Site icon

યુપીમાં ધર્મ બદલવા માટે બે મહિના પહેલા DM ને માહિતી આપવી પડશે, ઉલ્લંઘન બદલ ત્રણ વર્ષની થશે સજા..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

25 નવેમ્બર 2020 

હાલ દેશમાં ધર્મ અથવા બળજબરીથી ધર્મ પરિવર્તનને કારણે થતાં લગ્નને લઈને તણાવપૂર્ણ ​​વાતાવરણ છે. એવા સમયે ઉત્તર પ્રદેશના મુ.પ્ર. યોગી આદિત્યનાથની અધ્યક્ષતાવાળી રાજ્ય મંત્રીમંડળે લવ જેહાદને લઈ નવા કાયદાને મંજૂરી આપી દીધી છે. લાલચ, જુઠ્ઠાણા કે દગાબાજી કરીને ધર્મ પરિવર્તન કરનારાઓ સાથે હવે સરકાર કડક કાર્યવાહી કરશે. 

યોગી કેબિનેટે 'ધાર્મિક કન્વર્ઝન પ્રોહિબિશન ઓર્ડિનન્સ 2020 વિરુધ્ધ' કાયદાના મુસદ્દાને મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરીની સાથે જ આ કાયદો અમલમાં આવશે. એકવાર નવો કાયદો લાગુ થયા પછી આવા ગુના બિનજામીનપાત્ર રહેશે. એવી સ્પષ્ટત કરવામાં આવી છે. 

 

ધર્મ પરિવર્તનના બે મહિના પહેલા ડીએમને આની કાયદેસરની જાણ કરવી પડશે. વટહુકમ મુજબ એક ધર્મ માંથી બીજા ધર્મમાં, રૂપાંતરના તમામ પાસાઓ પર જોગવાઈઓ કરવામાં આવી છે. જે મુજબ બે મહિના અગાઉથી જિલ્લા મેજિસ્ટ્રેટને આની જાણ કરવાની રહેશે.  

 

સંબંધિત પક્ષોએ નિર્ધારિત સત્તા સમક્ષ જાહેર કરવું પડશે કે આ રૂપાંતર સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. સંબંધિત લોકોએ એમ કહેવું પડશે કે તેમના પર ક્યાંય પણ કોઈ પ્રકારની લાલચ કે દબાણ નથી. આ કાયદાનું ઉલ્લંઘન થશે તો છ મહિનાથી ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ ગુના માટે લઘુતમ દંડ 10,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે

Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Exit mobile version