News Continuous Bureau | Mumbai
યુપી વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસની ખરાબ રીતે હાર થઈ હતી. પાર્ટી માત્ર બે સીટો જીતી શકી હતી. આ હાર બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર 'લલ્લુ'એ રાજીનામું આપી દીધું છે. પરંતુ હવે પાર્ટીની અંદર એવી માંગ ઉઠી છે કે પાર્ટીની હાર માટે એકલા લલ્લુ જવાબદાર નથી, પરંતુ પ્રિયંકા ગાંધી પણ તેના માટે જવાબદાર છે. આવી સ્થિતિમાં તેમનું રાજીનામું પણ લઈ લેવું જોઈએ.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય ઝીશાન હૈદરે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના યુપી પ્રભારી પદ પરથી રાજીનામું માગ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા પત્રમાં તેમણે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પ્રદેશ અધ્યક્ષ તેમજ પ્રભારી મહાસચિવ માટે રાજીનામું આપવાની પરંપરા રહી છે.
રાજ્યમાં કોંગ્રેસની હાર માટે માત્ર અધ્યક્ષ પર દોષારોપણ કરવું અયોગ્ય છે. યુપીના પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધીની હાજરીને કારણે, પ્રદેશ પ્રમુખ પોતાની મરજીથી ચોથા વર્ગના કાર્યકરને પણ નોકરી આપી શક્યા ન હતા. જ્યારે પણ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી હારી છે ત્યારે પ્રભારી અને પ્રદેશ પ્રમુખ બંનેના રાજીનામા લેવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : હિજાબ વિવાદ મુદ્દે કર્ણાટક HC બાદ હવે સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, લીધો આ મોટો નિર્ણય; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં હાર બાદ પ્રદેશ અધ્યક્ષ રીટા બહુગુણા જોશી અને પ્રભારી દિગ્વિજય સિંહે રાજીનામું આપી દીધું હતું. તે ચૂંટણીમાં મત ટકાવારી સાથે બેઠકો પણ વધી હતી. રાજ બબ્બર અને ગુલામ નબી આઝાદે ૨૦૧૭ની ચૂંટણી હાર્યા બાદ રાજીનામું આપી દીધું હતુ. તેથી હવે પ્રદેશ પ્રમુખ તેમજ પ્રભારીઓ પાસેથી પણ રાજીનામું માગવુ જાેઈએ. તેમણે પત્રમાં એમ પણ લખ્યું છે કે જાે પ્રિયંકા ગાંધી પ્રભારી રહેશે તો એ જ જૂની ટીમ સક્રિય રહેશે, જેના કારણે ૩૮૭ સીટો પર પાર્ટીની સુરક્ષા જપ્ત કરવામાં આવી છે.
વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદથી ઝીશાન હૈદર પ્રિયંકા ગાંધીની ટીમ વિરુદ્ધ સતત મોરચો માંડી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તે જ સમયે, ઝીશાન કહે છે કે તે AICCનો સભ્ય છે. તેથી પ્રદેશ કોંગ્રેસ સમિતિને તેમને હાંકી કાઢવાનો અધિકાર નથી.