UP Election Result: યુપીમાં આકાશ આનંદનો જાદુ ન ચાલ્યો, માયાવતીનો ગ્રાફ પણ નીચે ગયો…જાણો શું છે બસપાના હારનું મુખ્ય કારણ..

UP Election Result: યુપીમાંથી ગત વખતે 10 બેઠકો જીતનાર બસપા આ ચૂંટણીમાં એક પણ સીટ જીતી શકી નથી. આવી સ્થિતિમાં, રાજકીય નિષ્ણાતોએ માયાવતીના ગઠબંધનમાં ન જોડાવવાના નિર્ણયોની હાલ સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે. જેનાથી તેમણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

by Bipin Mewada
UP Election Result Akash Anand's magic did not work in UP, Mayawati's graph also went down...Know what is the main reason for BSP's defeat..

 News Continuous Bureau | Mumbai 

UP Election Result: આ વખતે લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જીતવાની વાત તો ભૂલી જાવ, પાર્ટીનો કોઈ ઉમેદવાર બીજા નંબરે આવે તેટલા મત પણ એકઠા કરી શક્યો ન હતો. વિપક્ષી દળોએ પણ બસપાની વોટબેંકમાં જોરદાર ઘા કર્યો હતો. 

બસપા પાર્ટીના ( BSP ) યુવા ચહેરા આકાશ આનંદનું ( Akash Anand  ) લોન્ચિંગ પણ લોકસભા ચૂંટણીમાં ( Lok Sabha elections ) બિનઅસરકારક સાબિત થયું હતું, ત્યારે BSP સુપ્રીમો માયાવતીની ( Mayawati  ) લોકપ્રિયતાનો ગ્રાફ પણ તાજેતરની ચૂંટણીઓમાં નીચે સરકી રહ્યો હોવાનું દેખાય આવ્યું હતું. જેથી બસપાનો એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય સૌથી મોટી ભૂલ સાબિત થયો હતો. જેની દલિત વોટબેંક પર પ્રતિકૂળ અસર પડી હતી અને 2014ની ચૂંટણીની સરખામણીએ પક્ષના લગભગ દસ ટકા મત અન્ય પક્ષો તરફ વળ્યા હતા.

 UP Election Result: આ અગાઉ 2014ની લોકસભા ચૂંટણીમાં બસપાએ પહેલા એકપણ સીટ જીતી ન હતી…

ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં બસપાએ પહેલા એકપણ સીટ ( Lok Sabha Seat ) જીતી ન હતી. જોકે, તેના 34 ઉમેદવારો બીજા ક્રમે રહ્યા હતા. ત્યારપછી, બસપાએ સપા સાથે ગઠબંધન કરીને 2019ની ચૂંટણી લડી અને 10 બેઠકો જીતી હતી.  તાજેતરની ચૂંટણીઓમાં બસપાએ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન ન કરવાનો નિર્ણય લીધો હતો અને છેલ્લી ઘડી સુધી પોતાના નિર્ણય પર અડગ રહી હતી. આ પાર્ટીની હારનું કારણ બન્યું હતું. જો કે,  2004ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને 24.67 ટકા વોટ મળ્યા હતા અને 19 લોકસભા સીટો જીતી હતી. 

2009ની લોકસભા ચૂંટણીમાં, પાર્ટીને લગભગ 27.42 ટકા વોટ મળ્યા અને તેની પાસે 20 સાંસદો હતા, જે લોકસભા ચૂંટણીમાં BSPનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. જો કે, 2014ની ચૂંટણીમાં BSPને ( Bahujan Samaj Party ) 19.77 ટકા વોટ મળ્યા હતા અને તેનો એકપણ ઉમેદવાર સંસદમાં પહોંચી શક્યો નહોતો.

આ સમાચાર પણ વાંચો:  MP Election Result: કોંગ્રેસે તેનો છેલ્લો ગઢ પણ ગુમાવ્યો – મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના સુપડા સાફ… જાણો આ હાર પાછળનું શું છે કારણ…

આ લોકસભા ચૂંટણીમાં પણ પક્ષના રાષ્ટ્રીય સંયોજક બનવાની સાથે માયાવતીના ઉત્તરાધિકારી બનવા છતાં ચૂંટણીમાં આકાશ આનંદનો જાદુ ચાલ્યો ન હતો. તેમણે નગીનામાં તેમની પ્રથમ જાહેર સભા યોજી હતી, જ્યાં આઝાદ સમાજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર આઝાદ રાવણને સીધો નિશાન બનાવવો એ મોટી ભૂલ સાબિત થઈ હતી. તેના કારણે દલિત વોટબેંક ચંદ્રશેખરના પક્ષમાં ગઈ હતી.

UP Election Result: બસપા પાર્ટીએ પોતાના વર્તમાન સાંસદો પર વિશ્વાસ ન કરવો અને નવા ચહેરાઓને તક આપવી એ પણ હારનો સોદો સાબિત થયું હતું…

ઉલ્લેખનીય છે કે, બસપા વતી આકાશે 6 એપ્રિલે નગીનાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે મથુરા, સંતકબીનગર, ગોરખપુર, કૌશામ્બી, સીતાપુર અને ઉન્નાવમાં પાર્ટીના ઉમેદવારો માટે વોટ માંગ્યા હતા. આમાંથી એકપણ સીટ પર બીએસપીના ઉમેદવાર બીજા નંબરે આવે તેટલા મત પણ મેળવી શક્યા નથી.

આ તમામ બેઠકો પર બીએસપીના અત્યંત નબળા પ્રદર્શનને કારણે માયાવતીનું રાજકારણ હાલ ખતરામાં છે. નિષ્ણાતોના મતે માયાવતીની લોકપ્રિયતાના ઘટી રહેલા ગ્રાફનો ફાયદો હવે આઝાદ સમાજ પાર્ટીને મળી શકે છે અને દલિત વોટ બેંક ઝડપથી તેમના પક્ષમાં શિફ્ટ થઈ શકે છે.

બસપા પાર્ટીએ પોતાના વર્તમાન સાંસદો પર વિશ્વાસ ન કરવો અને નવા ચહેરાઓને તક આપવી એ પણ હારનો સોદો સાબિત થયું હતું. ટિકિટ ન મળવાને કારણે તેના સાંસદો અન્ય પક્ષોમાં ચાલ્યા ગયા હતા. પાર્ટી દ્વારા બુલંદશહેરથી માત્ર નગીના સાંસદ ગિરીશ ચંદ્રને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જ્યારે જૌનપુરના સાંસદ શ્યામ સિંહ યાદવને છેલ્લી ઘડીએ ટિકિટ આપવામાં આવી હતી.

આ વખતે સપાએ બસપાની શ્રાવસ્તી, આંબેડકર નગર, જૌનપુર, લાલગંજ, ગાઝીપુર અને ઘોસી બેઠકો કબજે કરી લીધી છે. જ્યારે કોંગ્રેસે સહારનપુર અને અમરોહા બેઠકો જીતી હતી. આ સિવાય બિજનૌર સીટ પર આરએલડી અને નગીનામાં આઝાદ સમાજ પાર્ટીએ જીત મેળવી હતી. નવાઈની વાત એ છે કે બીજેપીએ બસપાની એક પણ સીટ જીતી નથી. બસપાએ અન્ય ઘણા રાજ્યોમાં પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જોકે તેને માત્ર 2.06 ટકા વોટ મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Uddhav Thackeray : શું મુંબઈ ઉત્તર પશ્ચિમમાં ચૂંટણી ફરી થશે? અમોલ કીર્તિકરના ચૂંટણી પરિણામોને હવે કોર્ટમાં પડકારવાનો ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More