ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીને મોટો ઝટકો લાગ્યો છે.
બસપાના બળવાખોર 6 ધારાસભ્યો સપામાં જોડાયા. આ સિવાય સીતાપુરના બીજેપી ધારાસભ્ય રાકેશ રાઠોડ પણ અખિલેશ યાદવની પાર્ટીમાં સામેલ થયા છે.
સપા પ્રમુખ અખિલેશ યાદવે પોતે લખનૌમાં પાર્ટી કાર્યાલયમાં તમામ 7 ધારાસભ્યોની સદસ્યતા અપાવી હતી.
અખિલેશ યાદવે સપામાં જોડાયેલા બસપા અને બીજેપીના બળવાખોર ધારાસભ્યોનું સ્વાગત કર્યું હતું.
સપા પ્રમુખ અખિલેશ યાદવ આજે બસપા સુપ્રીમો માયાવતીને મોટો ઝટકો આપવા જઈ રહ્યા છે.
બસપા છોડીને સપામાં સામેલ થયેલા ધારાસભ્યોમાં હાજી મુજતબા સિદ્દીકી, હકીમ લાલ બિંદ, સુષ્મા પટેલ, અસલમ ચૌધરી, હરગોવિંદ ભાર્ગવ અને અસલમ રૈની છે.
ઉલ્લેખનીય છે કે આ 6 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી સામે બળવો કરીને સપાને સમર્થન આપ્યું હતું.
આઝાદ હિન્દ ફોજની વર્ષગાંઠ નિમિત્તે આંદામાનના ટાપુ વાસીઓએ કરી આ નવી શરૂઆત, જાણો વિગતે