News Continuous Bureau | Mumbai
UP Gang Arrested for Thefts in Bhiwandi ઉત્તર પ્રદેશથી આવીને ભિવંડી શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા ગુનેગારો ની એક કુખ્યાત ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
UP Gang Arrested for Thefts in Bhiwandi – ઉત્તર પ્રદેશના ગુનેગારો દ્વારા ભિવંડીમાં ઘરફોડ ચોરીનું સત્ર અને પોલીસની કાર્યવાહી
થાણે પોલીસ આયુક્તાલયના હદ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવોને અંકુશમાં લેવા માટે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત ભિવંડીની ટીમે ટેક્નિકલ વિશ્લેષણ અને બાતમીના આધારે સાપળો રચીને ઉત્તર પ્રદેશથી આવીને ભિવંડીમાં ગુના આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.
UP Gang Arrested for Thefts in Bhiwandi – ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ અને પુણે સુધી ટ્રેસ કરીને આરોપીઓને ઝડપ્યા
આ ગુનામાં સંડોવાયેલા આરોપી ને ઝડપી પાડવા માટે પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના દેહરી વિસ્તારમાં આઠ દિવસ સુધી રોકાણ કરીને ઉત્તર પ્રદેશ એસટીએફ (STF) ની મદદથી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. જ્યારે અન્ય એક આરોપીને પુણેમાંથી તાબામાં લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે રહેતા પોતાના એક અન્ય સાથીદાર મોહમ્મદ શમશાદ સાથે મળીને ભિવંડીમાં બંધ ઘરોને નિશાન બનાવતા હતા.
UP Gang Arrested for Thefts in Bhiwandi – 12 ગુનાઓ ઉકેલાયા અને 11.27 લાખના સોનાના દાગીના જપ્ત
પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે નારપોલી પોલીસ સ્ટેશનના ૬, નિઝામપુરાના ૩, ભિવંડી શહેરના ૨ અને શાંતિનગર પોલીસ સ્ટેશનના ૧ એમ કુલ ૧૨ જેટલા ગંભીર ગુનાઓ ઉકેલાઈ ગયા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૧૧ લાખ ૨૭ હજાર રૂપિયા કિંમતનું ૨૩૭ ગ્રામ સોનું અને દાગીના હસ્તગત કર્યા છે. આ મામલે ફરાર અન્ય મુખ્ય સાથીદારની શોધખોળ હજુ ચાલુ છે.
👉 આ સમાચાર વાચો:
BTech Graduate Arrested for Theft બીટેક પદવીધર યુવક દિલ્હીથી ઝડપાયો, મુંબઈના જ્વેલર્સમાંથી કરી હતી ચોરી