ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 નવેમ્બર 2020
યોગી સરકારે ગત વર્ષે સીએએ કાયદા વિરોધી થયેલી હિંસામાં સામેલ અને હાલમાં વોન્ટેડ આરોપીઓના પોસ્ટરો જાહેર સ્થળોએ લગાવ્યા છે. હિંસામાં સામેલ લોકોની ઓળખસીસીટીવી ફૂટેજથી કરવામાં આવી હતી અને તેમના પર કેસ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ પોલીસે હવે લખનૌમાં જાહેર સ્થળોએ આ આરોપીઓના ફોટા સાથે પોસ્ટર લગાવ્યા છે અને તેમની માહિતી આપનારને 5 હજારનુ ઈનામ આપવાની જાહેરાત પણ કરી છે.
પોલીસે અપનાવેલા આકરા વલણના કારણે હિંસામાં સામેલ કેટલાક લોકો ફરાર થઈ ગયા બાદ પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ આરોપીઓ કોર્ટમાં સરેન્ડર કરવાની ફિરાકમાં છે અને બીજી તરફ પોલીસ તેમને કોઈ પણ સંજોગોમાં પકડવા માંગે છે. જેના કારણે આ આરોપીઓના નજીકના લોકો પર પોલીસ નજર રાખી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સીએએ સામે થયેલા દેશ વ્યાપી દેખાવોના પગલે લખનૌમાં પણ 2019ના ડિસેમ્બર માસમાં હિંસક દેખાવો થયા હતા.જેના પગલે પોલીસે કરેલા ગોળીબારમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.