News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા(social media) પર અવારનવાર એવા વીડિયો(viral video) વાયરલ થતા રહે છે કે જેને જોઈને ક્યારેક તમને હસવું આવે તો ક્યારેક આશ્ચર્ય પમાડી દે છે. લડાઈ-ઝઘડા(fighting) ના અનેક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા રહે છે. દરમિયાન ઉત્તર પ્રદેશ(UP)ના કાસગંજથી આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે મહિલા વકીલો(Women lawyer) વચ્ચે મારામારી થઈ. મામલો એ હદે વધી ગયો કે એકબીજાને અધમૂઆ કરવા પર ઉતરી પડ્યા. લોકોએ તેમને છોડાવવાની ખૂબ કોશિશ કરી પણ તેઓ લડતા જ રહ્યા.
Do these women lawyers do not believe in court that they themselves started fight in Kasganj district court. District court became battleground, 2 women advocates clashed. Video went viral on social media.This battle in the family court reached the police, reg a case.
@Uppolice pic.twitter.com/lqIvlLlaq9— Aishwarya upadhyaya (@Aishboss) October 29, 2022
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના કાસગંજની જિલ્લા કોર્ટ(Kasganj District court)ની છે. મારપીટનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. એવું કહેવાય છે કે અહીં બે મહિલા વકીલો પોતાના અસીલની પેરવી કરવા મામલે આપસમાં લડાઈ પર ઉતરી આવી. આ દરમિયાન ત્યાં હાજર અન્ય વકીલોએ આ ઘટના તેમના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. હાલ આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.