News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) શાહજહાંપુર (Shahjahanpur) જિલ્લાના નિગોહી (Nigohi) ના એક ગામમાં એક યુવક અડધી રાત્રે તેની પરિણીત પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો. જોકે, તે કોઈ રીતે બચીને ભાગી ગયો. આ ઘટના બાદ મહિલાના પતિએ જ પોતાની પત્ની પાસે તે યુવકને ફોન કરીને બોલાવ્યો અને પંચાયત ભરાવીને બંનેના લગ્ન કરાવી દીધા. પ્રેમીએ મહિલાની માંગમાં સિંદૂર ભર્યા બાદ તેને પોતાની સાથે લઈ ગયો. આ ઘટનાની લોકોમાં ભારે ચર્ચા છે.
દસ વર્ષનો સંબંધ અને બે બાળકો
મજૂરી કામ કરતા એક વ્યક્તિના લગ્ન લગભગ દસ વર્ષ પહેલા થયા હતા. આ દંપતીને સાત વર્ષની એક પુત્રી અને ચાર વર્ષનો એક પુત્ર પણ છે. મહિલાની ઉંમર લગભગ 30 થી 32 વર્ષ હશે. આ પરિણીતા પીલીભીત જિલ્લાના બિસલપુર ગામના એક યુવકના સંપર્કમાં આવી હતી. બંનેની વચ્ચે છૂપી રીતે મુલાકાત પણ થતી હતી. બુધવારે રાત્રે તે યુવક તેની પ્રેમીકાને મળવા માટે તેના ઘરે ચૂપચાપ આવ્યો હતો, પરંતુ ઘરના લોકો જાગી જતા તે ભાગી ગયો. મહિલાના પતિએ તેને ભાગતા જોઇ લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : Operation Sindoor: ‘ઓપરેશન સિંદૂર’માં કયા ઇઝરાયલી હથિયારોનો ઉપયોગ થયો હતો?જાણો આ અંગે નેતન્યાહૂએ શું કહ્યું
પતિએ જ પ્રેમીને બોલાવી કરાવ્યા લગ્ન
સવારે પતિએ પોતાની પત્ની પાસે ફોન કરાવીને યુવકને બોલાવ્યો. યુવકને ખૂબ જ સન્માન સાથે ઘરમાં બેસાડ્યો અને પત્નીના પિયરપક્ષ ના લોકોને જાણ કરીને બોલાવ્યા. લગભગ ત્રણ-ચાર કલાક સુધી પંચાયત ચાલ્યા બાદ પતિએ પોતાની પત્નીને યુવક સાથે મોકલવાનો નિર્ણય લીધો. પ્રેમીએ ભરેલી પંચાયત માં જ મહિલાની માંગમાં સિંદૂર ભરી દીધું. મહિલાના પિયર અને સાસરિયા પક્ષ ની રજા મંદીથી લગ્ન થયા અને તેની લેખિત જાણ નિગોહી પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી છે. આ અનોખા નિર્ણયની ચર્ચા આખા વિસ્તારમાં થઈ રહી છે.