ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
અલાહાબાદ વિશ્વવિદ્યાલય ના કુલપતિએ ડીએમ ને પત્ર લખ્યા બાદ આખા અલાહાબાદમાં રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ છે. જેને કારણે સવારે 5:30 વાગતી અજાન ની નમાજ બંધ થઈ ગઈ છે.
હવે એક પગલું આગળ વધતા ગ્રામીણ વિકાસ મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ લખનઉના ડી એમ ને પત્ર લખીને માગણી કરી છે કે સવારે સાડા પાંચ વાગ્યે અજાન ની નમાઝ તેમની ઊંઘ બગાડે છે.
આમ એક પછી એક એવી બીજી ફરિયાદ આવી છે. એવું લાગી રહ્યું છે કે અહીંયા પણ ડી એમ પોતાના અધિકારોનો ઉપયોગ કરીને મસ્જિદના ભૂંગળા બંધ કરાવશે.
