અચંબો: માતા અને પુત્રીએ એક જ મંડપમાં લીધા સાત ફેરા.. લોકોને થયું અચરજ, કહ્યું- પ્રથમ વખત આવું જોયું

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

11 ડિસેમ્બર 2020

ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગોરખપુર શહેરમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં, માતા અને પુત્રી બંનેએ એક જ મંડપમાં સાત ફેરા લીધા છે. જીંદગીના અંતિમ પડાવમાં માતાએ કર્યા લગ્ન, તો દીકરી પણ એજ મંડપમાં બની દુલ્હન. પહેલા તો લોકોને અચરજ થયું. બાદમાં કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા લોકોએ બંનેને આશીર્વાદ આપ્યા હતા અને તેમના સુવર્ણ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.

પીપરાઉલી બ્લોકના ગ્રામસભા કુર્મૌલનો રહેવાસી 55 વર્ષિય જગદીશ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે અને ઘરે ખેતી કરે છે. જગદીશ 55 વર્ષનો અને અવિવાહિત હતો. તેના વડીલ ભાઈ હરિહરના લગ્ન 53 વર્ષીય બેલા દેવી સાથે થયા હતા અને તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. બેલા દેવીના પતિનું આશરે 25 વર્ષ પહેલાં અવસાન થયું હતું અને બાળકોને ભણાવવા અને ભણાવ્યા બાદ તેણે બે પુત્ર અને બે પુત્રીના  લગ્ન કર્યા પણ કરાવી ચુકી છે.

 

અત્રે જણાવી દઈએ કે 'મુખ્ય પ્રધાન સમૂહ લગ્ન યોજના'  અંતર્ગત પીપરાઉલી બ્લોક મુખ્ય મથક ખાતે ગુરુવારે 63 યુગલો લગ્ન જીવનમાં પ્રવેશ્યા હતાં. આ યુગલોમાં એક મુસ્લિમ યુગલે પણ લગ્ન કર્યાં હતાં.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment