Site icon

UP news: શરમજનક.. શાળામાં લેડી પ્રિન્સિપાલ કરાવી રહ્યા હતા ફેશિયલ, અન્ય ટીચરે બનાવ્યો વીડિયો; પછી શું થયું.. જુઓ અહીં..

UP news: ઉન્નાવ જિલ્લાના બિઘાપુર ડેવલપમેન્ટ બ્લોકની દાદામાઉ પ્રાથમિક શાળામાં શિક્ષણ મંદિરના 'શિક્ષક'નો શરમજનક વીડિયો સામે આવ્યો છે. અહીં પ્રિન્સિપાલ ભણાવવાના કામને બદલે રસોડામાં 'ફેશિયલ' કરાવતા હતા.

UP news Principal gets ‘facial' in school kitchen in Unnao, bites teacher when caught

UP news Principal gets ‘facial' in school kitchen in Unnao, bites teacher when caught

News Continuous Bureau | Mumbai

UP news: કોઈપણ શાળામાં આચાર્યનું પદ સૌથી મહત્વનું છે. શાળાને સારી રીતે ચલાવવાની અને શિસ્ત જાળવવાની સમગ્ર જવાબદારી આચાર્યની છે. પરંતુ જો કોઈ શાળાના મુખ્ય શિક્ષક કેમ્પસની ગરિમા વિરુદ્ધ કંઈક કરતા જોવા મળે, તો તમે કેવી રીતે પ્રતિક્રિયા આપશો? ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બિઘાપુર ડેવલપમેન્ટ બ્લોકના દાદામાઉમાં પણ કંઈક આવું જ બન્યું છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, શાળાના પ્રિન્સિપાલ સ્કૂલમાં જ પાર્લર સ્ટાફને બોલાવીને ફેશિયલ કરાવતા હતા. આ દરમિયાન એક શિક્ષકે તેમને જોયા અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. શિક્ષકને આવું કરતા જોઈને પ્રિન્સિપાલ ગુસ્સે થઈ ગયા અને બંને એકબીજા સાથે બોલાચાલી કરી. મામલો એટલો વધી ગયો કે પ્રિન્સિપાલે શિક્ષક પર હુમલો કર્યો.

UP news:પ્રિન્સિપાલ રસોડામાં કરાવતી રહી હતી ફેશિયલ 

પ્રિન્સિપાલે પહેલા શિક્ષકના બંને હાથ પર બટકાં ભર્યા અને પછી ઈંટ મારી, હુમલો કર્યો જેનાથી તે લોહીલુહાણ થઈ ગઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  

UP news: જુઓ વિડીયો 

UP news:તપાસ શરૂ

પહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે શિક્ષિકા વર્ગમાં બાળકોને ભણાવવાને બદલે રસોડામાં પ્રિન્સિપાલ ને ‘ફેશિયલ’ કરાવી રહ્યા છે. મદદનીશ શિક્ષિકા અનમ ખાનને આ વાતની જાણ થઇ. તેમણે આ ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું ત્યારે શિક્ષકના હાથમાં ફોન જોઈને તે તેને છીનવવાનો પ્રયાસ કરે છે. બીજા વિડિયોમાં શિક્ષક પોતાનો હાથ બતાવતી જોવા મળે છે જેમાં દાંતથી કરડવાના નિશાન સ્પષ્ટ દેખાય છે. હાથ પરના ઘામાંથી લોહી પણ નીકળતું જોવા મળે છે. સહાયક શિક્ષકે મુખ્ય શિક્ષક વિરૂદ્ધ મોટાપુર કોતવાલીમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Exit mobile version