ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ સરકારમાં નગર વિકાસ રાજ્યકક્ષાના પ્રધાન મહેશ ગુપ્તાએ ‘ભીષ્મ પ્રતિજ્ઞા’ લીધી હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી દેશ-દુનિયામાંથી કોરોનાનો અંત નહિ આવે ત્યાં સુધી તે અન્ન ગ્રહણ નહીં કરે. આ ઉપરાંત પ્રધાને દાવો કર્યો છે કે તેમણે છેલ્લાં પાંચ વર્ષથી અન્ન ગ્રહણ કર્યું નથી. આતંકવાદને રોકવા માટે તેમણે આ પગલું લીધું હોવાનું મીડિયાને જણાવ્યું હતું.
ગુપ્તાએ કહ્યું હતું કે તેમના ઉપવાસને પ્રતાપે જ આજે ભારતમાં આતંક અંતિમ શ્વાસ લઈ રહ્યો છે અને તેની કમર તૂટી છે. આ ઉપરાંત તેમણે નરેન્દ્ર મોદીને વિશ્વના નાયક પણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદીએ બ્રાઝિલને સંજીવની આપી છે. રાજ્યના મુખ્ય પ્રધાનનાં વખાણ કરતાં તેમણે કહ્યું હતું કે અમારા મુખ્ય પ્રધાન કોરોનાની બીજી લહેર દરમિયાન પોતે સંક્રમિત થયા હતા, છતાં તેમણે સતત પ્રદેશમાં મુલાકાતો કરી હતી.
કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું- તેઓ ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે
ઉલ્લેખનીય છે કે પ્રધાનના આ નિવેદન બાદ હવે લોકો તેમના આ દાવાની હાંસી ઉડાવી રહ્યા છે. અધૂરામાં પૂરું ઉત્તર પ્રદેશ વિકરાળ થઈ ચૂકેલી કોરોનાની બીજી લહેર ઓસરી રહી હોવાનો શ્રેય પણ પોતાને આપતાં કહ્યું હતું કે આ તેમની જ તપસ્યાનું ફળ છે.