ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ટિકટૉક સ્ટાર તરીકે જાણીતી પોલીસકર્મી અલ્પિતા ચૌધરી તાજેતરમાં એક વીડિયોને કારણે વિવાદમાં આવી હતી. આ મામલે અલ્પિતાને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો, ત્યારે હવે આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાંથી સામે આવ્યો છે. અહીં એક મહિલા પોલીસકર્મીને હાથમાં રિવૉલ્વર સાથે વીડિયો બનાવવાનું ભારે પડ્યું છે.
હકીકતમાં આગ્રાના એમએમ ગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કૉન્સ્ટેબલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે પોલીસ વર્દીમાં હાથમાં રિવૉલ્વર સાથે નજરે પડે છે. વીડિયોના બૅકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું છે અને અમુક ડાયલૉગ સાંભળવા મળી રહ્યા છે. આ ડાયલૉગના શબ્દો છે, "હરિયાણા અને પંજાબ તો ખાલી બદનામ છે. ક્યારેક ઉત્તર પ્રદેશ આવો, અમે તમને જણાવીશું કે ઉત્તર પ્રદેશમાં રંગબાઝી શું છે."
આ વીડિયો બનાવનાર મહિલા પોલીસકર્મીની પોલીસ લાઇનમાં તેની બદલી કરવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે જ તેને ટ્રૉલ કરવામાં આવી હતી. લોકો આ વીડિયો પર નકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જેના પગલે મહિલા પોલીસકર્મીએ ડિપ્રેશનમાં આવીને સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SSP)ને રાજીનામું મોકલી આપ્યું હતું. પરંતુ પોલીસ અધિકારીનું કહેવું છે કે તેનું રાજીનામું આવ્યું છે, પરંતુ એના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ઉત્તર પ્રદેશમાં મહિલા કૉન્સ્ટેબલે ખાખીમાં રિવૉલ્વર સાથે વીડિયો બનાવ્યો, રોલો પાડવા જતાં રેલો આવ્યો; જુઓ વીડિયો..#UttarPradesh #agra #UPpolice #womenconstebal #viralvideo pic.twitter.com/Liqw5MyANd
— news continuous (@NewsContinuous) September 4, 2021