Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશમાં મહિલા કૉન્સ્ટેબલે ખાખીમાં રિવૉલ્વર સાથે વીડિયો બનાવ્યો, રોલો પાડવા જતાં રેલો આવ્યો; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021 
શનિવાર
ટિકટૉક સ્ટાર તરીકે જાણીતી પોલીસકર્મી અલ્પિતા ચૌધરી તાજેતરમાં એક વીડિયોને કારણે વિવાદમાં આવી હતી. આ મામલે અલ્પિતાને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો, ત્યારે હવે આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાંથી સામે આવ્યો છે. અહીં એક મહિલા પોલીસકર્મીને હાથમાં રિવૉલ્વર સાથે વીડિયો બનાવવાનું ભારે પડ્યું છે.  
 
હકીકતમાં આગ્રાના એમએમ ગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કૉન્સ્ટેબલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે પોલીસ વર્દીમાં હાથમાં રિવૉલ્વર સાથે નજરે પડે છે. વીડિયોના બૅકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું છે અને અમુક ડાયલૉગ સાંભળવા મળી રહ્યા છે. આ ડાયલૉગના શબ્દો છે, "હરિયાણા અને પંજાબ તો ખાલી બદનામ છે. ક્યારેક ઉત્તર પ્રદેશ આવો, અમે તમને જણાવીશું કે ઉત્તર પ્રદેશમાં રંગબાઝી શું છે."

ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી બાદ હવે આ બૉલિવુડ કલાકારો જોવા મળશે KBC 13ના શાનદાર શુક્રવારના એપિસોડમાં; જાણો વિગત

Join Our WhatsApp Channel

આ વીડિયો બનાવનાર  મહિલા પોલીસકર્મીની પોલીસ લાઇનમાં તેની બદલી કરવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે જ તેને ટ્રૉલ કરવામાં આવી હતી. લોકો આ વીડિયો પર નકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જેના પગલે  મહિલા પોલીસકર્મીએ ડિપ્રેશનમાં આવીને સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SSP)ને રાજીનામું મોકલી આપ્યું હતું. પરંતુ પોલીસ અધિકારીનું કહેવું છે કે તેનું રાજીનામું આવ્યું છે, પરંતુ એના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version