ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ફેબ્રુઆરી 2021
હાલ એવું લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર અને સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર મહારાષ્ટ્ર સિવાય કેરળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પંજાબમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે. આ પાંચ રાજ્યોમાં ખતરાની ઘંટી વાગી ચૂકી છે. ભારત દેશમાં નોંધાયેલા કુલ કોરોના ના કેસ માં થી ૭૫ ટકા કેસ મહારાષ્ટ્ર અને કેરાલાના છે. ત્યારબાદ અનુક્રમે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોરોના ના કેસ વધવાની ઝડપ ઘણી તીવ્ર છે.
તમામ સંબંધિત રાજ્ય સરકારો આ સંદર્ભે સતર્ક થઈ ગઈ છે તેમજ કેન્દ્ર સરકારે પણ જોઈતો સહયોગ આપ્યો છે. આગામી ૧૫ દિવસ દરમિયાન એ વાત સ્પષ્ટ થશે કે કોરોના ની બીજી લહેર આવી છે કે નહીં.