ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર
ગુજરાતમાં લોકોમાં ફરી કોરોનાને લઈ ગભરાટ અને ઉચાટ છવાયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સુરતમાં ન્યુ સિટીલાઇટ સ્થિત જ્ઞાનવૃદ્ધિ ક્લાસિસમાં છેલ્લાં પાંચ દિવસમાં 7 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે.
એક જ ક્લાસમાં છેલ્લાં પાંચ દિવસમાં સાત વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે તેમજ વાલીઓમાં પણ ચિંતાનો વ્યાપ વધી ગયો છે.
વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટીવ જાહેર થતાં આરોગ્ય તંત્રે કલાસીસ 14 દિવસ માટે બંધ કરાવી દીધું છે.
સાથે જ ટ્યુશનમાં અભ્યાસ કરતા 125 વિદ્યાર્થીઓને ફરજિયાત કોરોના ટેસ્ટ કરવા સૂચના અપાઇ છે.
ટિકિટ એટલે શું? રેલવેના એક મૅસેજથી લોકોમાં ફેલાઈ ગેરસમજ, રેલવે ફક્ત માસિક પાસ જ આપશે; જાણો વિગતે
