Site icon

Urban Green Mission : શહેરી વિસ્તારમાં બાગાયતનો વ્યાપ વધારવા ગુજરાત સરકારની વધુ એક નવી યોજના, આ કામની આપશે તાલીમ..

Urban Green Mission : માળી કામ કરતા વ્યક્તિઓ માટે માળી તાલીમ મેળવવાની તક: બાગાયત ખાતાની ‘માળી તાલીમ યોજના’માં તા.૨૨ સપ્ટે સુધી અરજી કરી શકાશે

Urban Green Mission new scheme of the gujarat govt to increase the prevalence of horticulture in urban areas

Urban Green Mission : શહેરી વિસ્તારમાં બાગાયતનો વ્યાપ વધારવા ગુજરાત સરકારની વધુ એક નવી યોજના, આ કામની આપશે તાલીમ..

News Continuous Bureau | Mumbai

Urban Green Mission: ગુજરાતમાં બાગાયતનો વ્યાપ વધારવા માટે તેમજ તાલીમ થકી યુવાનો તેમના કૌશલ્યમાં વૃદ્ધિ કરી શકે તે હેતુથી વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકાર દ્વારા ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ હેઠળ માળી તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત શહેર-જિલ્લાના માળી કામ કરતા વ્યક્તિઓ આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી આ યોજનાનો મહત્તમ લાભ લઇ શકે તે માટે www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તા.૨૩ ઓગસ્ટ થી તા.૨૨ સપ્ટે. સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જેમાં લાભાર્થીઓએ ઇ-ગ્રામ સેન્ટર, સાઈબર કાફે અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧.૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા દરમિયાન આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડ/ચૂંટણીકાર્ડ/પાસપોર્ટની નકલ અને બેંક ખાતાની વિગત સાથે રાખી અરજી કરવી. અરજીની કોપી અને જરૂરી કાગળો દિન-૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ ખાતે અચૂક જમા કરાવવા. વધુ જાણકારી માટે બાગાયત કચેરીનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી-સુરતની યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3: ‘ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટને ‘શિવ શક્તિ’ નામ આપવું એ સમાનતાનો સંદેશ છે’, PM મોદીની આ બે મોટી જાહેરાત પર ઈસરોએ આપી પ્રતિક્રિયા..

Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Exit mobile version