Site icon

મહારાષ્ટ્રમાં ફરી માસ્ક ફરજિયાત? ટાસ્ક ફોર્સે કોરોનાની ચોથી લહેરને લઈને આપી આ ચેતવણી. જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

જૂન મહિનામાં કોરોનાની(Covid19) ચોથી લહેરનું(Fourth wave) સંકટ હોવાની ચેતવણી ટાસ્ક ફોર્સે(Task force) મહારાષ્ટ્ર સરકારને(Maharashtra govt) આપી છે. તેથી આગામી દિવસમાં રાજ્યમાં માસ્ક(Mask) પહેરવું ફરી ફરજિયાત કરવામાં આવે એવી શક્યતા છે.

રાજ્ય કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી જતા  કોરોના પ્રતિબંધક(Covid restrictions) નિયમો હળવા કરવામાં આવ્યા હતા. એ સાથે જ કોરોનાને ફેલાતો રોકવામાં મહત્વપૂર્ણ ગણાતા માસ્કને પહેરવો પણ સ્વૈચ્છિક કરી નાખવામાં આવ્યો હતો. બે વર્ષ બાદ મુંબઈગરાએ(Mumbaikars) માસ્ક હટાવીને મુક્ત શ્વાસ લીધો હતો. 

જો કે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોના દર્દીઓની(Covid patients) સંખ્યા ફરીથી વધી રહી છે. તેથી  રાજ્યની ટાસ્ક ફોર્સે મહારાષ્ટ્રમાં ફરી થી માસ્ક ફરજિયાત કરવા માટે મુખ્યમંત્રીને(Chief minister) દરખાસ્ત રજૂ કરી છે.  સૂત્રોના કહેવા મુજબ  જૂન ની શરૂઆતમાં  કોરોનાનું હળવું મોજું આવે એવી શક્યતા છે. 

શું રાજ ઠાકરેની સભા રદ થશે. કારણકે ઔરંગાબાદમાં ધારા 144 લાગુ. જાણો સરકારે શું પગલા લીધાં… જાણો વિગત

દિલ્હી, કર્ણાટક અને અન્ય રાજ્યોમાં વધી રહેલા કોરોના પ્રકોપને ધ્યાનમાં રાખીને સોમવારે મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્યોની વિશેષ બેઠક(Special meeting) યોજાઈ હતી. બેઠકમાં ચર્ચા બાદ, ટાસ્ક ફોર્સના સભ્યોએ મંગળવારે રાજ્યમાં જરૂરી પગલાં અંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને(CM uddhav thackeray) પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમા રાજ્યમાં માસ્કનો ઉપયોગ વધારવાની, રસીકરણ ની(vaccination) ઝડપ વધારવા, દર્દીઓને શોધવા અને જીનોમ સિક્વન્સિંગ(Genome sequencing) પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 

ટાસ્ક ફોર્સ ના સભ્યો ના કહેવા મુજબ  કોરોના દર્દીઓની સંખ્યા વધવાના જોખમ ને ધ્યાનમાં રાખીને સાર્વજનિક જગ્યામાં માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવવો જોઈએ. કોરોનાના ચેપના જોખમને ધ્યાનમાં રાખીને ખાસ કરીને સિનેમાઘરો, થિયેટર, મોલ જેવા સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ. એ સાથે જ  એરલાઇન્સમાં(Airlines) અને ખાનગી તેમ જ  સરકારી હોસ્પિટલોને(Govt hospitals) તાકીદની બાબત તરીકે માસ્કનો ઉપયોગ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. ટાસ્ક ફોર્સે રાજ્યમાં હાલમાં કોરોનાના ટેસ્ટ(Covid tests) કરવાનું ઘટી ગયું છે, તેને પણ વધારવાની સલાહ આપી છે. 

 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version