ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
કાશી વિશ્વનાથ જ્ઞાનવ્યાપી કેસમાં વારાણસીના સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટે વિવાદિત જ્ઞાનવ્યાપી પરિસરનું સર્વેક્ષણ કરવા માટે પુરાતત્વ વિભાગને આદેશ આપી દીધા છે. આ સંદર્ભે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દલીલ કરી હતી કે આ વિસ્તારમાં આવેલી મસ્જિદ ની નીચે ભગવાન શંકરનું સો ફૂટ ઊંચું શિવલિંગ છે. આ ઉપરાંત મસ્જિદ બનાવવામાં આવી છે તે ખરી રીતે કાશી વિશ્વનાથ શંકર ભગવાન ના મૂળભૂત મંદિરને તોડીને તેના સ્થાને બનાવવામાં આવી છે.
કોર્ટમાં દલીલ થઇ ગયા પછી મસ્જિદ તરફથી તેનો બચાવ કરવામાં આવ્યો હતો.
જોકે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે સર્વેક્ષણનો આદેશ આપી દીધો છે જેને કારણે મસ્જિદ ની પેરવી કરી રહેલા લોકોને મોટો ઝટકો લાગ્યો છે.
જોકે મસ્જિદની કમિટિ તરફથી સૈયદ યાસીન એ કહ્યું છે કે તેઓ સર્વેક્ષણ નહીં કરવા દે તેમજ નીચલી અદાલતના જજમેન્ટને હાઇકોર્ટમાં ચેલેન્જ કરશે.
આમ ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિર પછી હવે કાશી વિશ્વનાથના શંકર મંદિર નો વારો આવ્યો છે.
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ? કે પછી ખંડણીખોર? પ્રદીપ શર્મા એનઆઈએની તપાસ જાળ માં..