News Continuous Bureau | Mumbai
Uttar Pradesh: ઉત્તર પ્રદેશ સરકારની મુખ્યમંત્રી સમૂહ લગ્ન ( Mass Marriage ) યોજનામાં છેતરપિંડીના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. આમા જ હવે યુપીના મહારાજગંજમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે અધિકારીઓ સહિત બધાને ચોંકાવી દીધા છે. અહીં સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ માટે સમૂહ લગ્ન યોજના હેઠળ ભાઈ-બહેનના લગ્ન કરાવીને 7 ફેરા લીધા હતા.
ભાઈ-બહેનના ( Brother sister ) લગ્નની વાત સામે આવતા જ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. BDOએ તરત જ આરોપી ભાઈ અને બહેન પાસેથી તમામ સબસિડીવાળી વસ્તુઓ પાછી મેળવી લીધી અને તેમને આ યોજના હેઠળ મળતી આર્થિક સહાય પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સમૂહ લગ્ન યોજનાની ગ્રાન્ટથી થયેલા ભાઈ-બહેનના લગ્ને સૌને સ્તબ્ધ કરી દીધા છે. કોઈ માનતું નથી કે સરકારી ગ્રાન્ટના નામે કોઈ આવું કરી શકે?
ભાઈ અને બહેન વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે..
આ મામલે હવે વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. લક્ષ્મીપુરના BDOના રિપોર્ટના આધારે DDOએ ગ્રામ પંચાયત અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. ભાઈ અને બહેન વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય પતિ-પત્નીના વેરિફિકેશનમાં બેદરકારીને કારણે મનરેગાના ટેક્નિકલ આસિસ્ટન્ટને બ્લોકમાંથી કાઢીને જિલ્લા મુખ્યાલય સાથે જોડી દેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : MVA Seat Sharing : તમારી સાથે અથવા તમારા વિના! મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીનું પ્રકાશ આંબેડરને સાંજે સાત વાગ્યા સુધીમાં ગઠબંધન પર નિર્ણય લેવાનું અલ્ટીમેટમ.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સામૂહિક લગ્ન યોજના હેઠળ મહારાજગંજ ( Maharajganj ) જિલ્લાના લક્ષ્મીપુર બ્લોકમાં 5 માર્ચે 38 યુગલોના લગ્ન થયા. આમાં પહેલેથી જ પરિણીત આરોપી મહિલાએ પણ નામ નોંધણી કરી હતી. જો કે, તેનો પતિ કમાઇ માટે રાજ્ય બહાર ગયો હતો. આ પછી પણ મધ્યસ્થીઓએ તેને લગ્ન માટે તૈયાર કરી હતી. પરંતુ મહિલાને લગ્ન માટે બોલાવેલ છોકરો લગ્ન સમયે આવ્યો ન હતો. આ પછી વચેટિયાઓએ પૈસા માટે મહિલા અને તેના ભાઈના લગ્ન કરાવી દીધા હતા. આ ચોંકાવનારા પ્રકારની હાલમાં સર્વત્ર ચર્ચા થઈ રહી છે.