Site icon

Uttar Pradesh: ભેટ-સોગાદના લાલચે સમૂહ લગ્ન યોજનામાં ભાઈ-બહેને લીધા સાત ફેરા, બે અધિકારીઓને થઈ સજા, વર-કન્યા સામે પણ કેસ..

Uttar Pradesh: મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ફરી એકવાર સમાચારોમાં છે. આ વખતે ચર્ચાનો વિષય આ યોજના દરમિયાન ભાઈ-બહેનના લગ્ન થઈ ગયા હોવાથી હોબાળો મચ્યો હતો.

Uttar Pradesh Brothers and sisters took seven rounds in the group marriage scheme due to the temptation of gifts,

Uttar Pradesh Brothers and sisters took seven rounds in the group marriage scheme due to the temptation of gifts,

News Continuous Bureau | Mumbai

Uttar Pradesh: ઉત્તર પ્રદેશ સરકારની મુખ્યમંત્રી સમૂહ લગ્ન ( Mass Marriage ) યોજનામાં છેતરપિંડીના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. આમા જ હવે યુપીના મહારાજગંજમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે અધિકારીઓ સહિત બધાને ચોંકાવી દીધા છે. અહીં સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ માટે સમૂહ લગ્ન યોજના હેઠળ ભાઈ-બહેનના લગ્ન કરાવીને 7 ફેરા લીધા હતા. 

Join Our WhatsApp Community

ભાઈ-બહેનના ( Brother sister )  લગ્નની વાત સામે આવતા જ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. BDOએ તરત જ આરોપી ભાઈ અને બહેન  પાસેથી તમામ સબસિડીવાળી વસ્તુઓ પાછી મેળવી લીધી અને તેમને આ યોજના હેઠળ મળતી આર્થિક સહાય પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સમૂહ લગ્ન યોજનાની ગ્રાન્ટથી થયેલા ભાઈ-બહેનના લગ્ને સૌને સ્તબ્ધ કરી દીધા છે. કોઈ માનતું નથી કે સરકારી ગ્રાન્ટના નામે કોઈ આવું કરી શકે?

 ભાઈ અને બહેન વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે..

આ મામલે હવે વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. લક્ષ્મીપુરના BDOના રિપોર્ટના આધારે DDOએ ગ્રામ પંચાયત અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. ભાઈ અને બહેન વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય પતિ-પત્નીના વેરિફિકેશનમાં બેદરકારીને કારણે મનરેગાના ટેક્નિકલ આસિસ્ટન્ટને બ્લોકમાંથી કાઢીને જિલ્લા મુખ્યાલય સાથે જોડી દેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  MVA Seat Sharing : તમારી સાથે અથવા તમારા વિના! મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીનું પ્રકાશ આંબેડરને સાંજે સાત વાગ્યા સુધીમાં ગઠબંધન પર નિર્ણય લેવાનું અલ્ટીમેટમ.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સામૂહિક લગ્ન યોજના હેઠળ મહારાજગંજ ( Maharajganj ) જિલ્લાના લક્ષ્મીપુર બ્લોકમાં 5 માર્ચે 38 યુગલોના લગ્ન થયા. આમાં પહેલેથી જ પરિણીત આરોપી મહિલાએ પણ નામ નોંધણી કરી હતી. જો કે, તેનો પતિ કમાઇ માટે રાજ્ય બહાર ગયો હતો. આ પછી પણ મધ્યસ્થીઓએ તેને લગ્ન માટે તૈયાર કરી હતી. પરંતુ મહિલાને લગ્ન માટે બોલાવેલ છોકરો લગ્ન સમયે આવ્યો ન હતો. આ પછી વચેટિયાઓએ પૈસા માટે મહિલા અને તેના ભાઈના લગ્ન કરાવી દીધા હતા. આ ચોંકાવનારા પ્રકારની હાલમાં સર્વત્ર ચર્ચા થઈ રહી છે.

 

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version