ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 30 એપ્રિલ 2021.
ઉત્તર પ્રદેશમાં વધતાં કરોના સંક્રમણને કારણે થયેલું નુકસાન સત્તાધારી ભારતીય જનતા પાર્ટી એ ભરપાઈ કરવું પડ્યું છે. બુધવારે બરેલીના નવાબગંજ મતદાર સંઘના ભાજપના એમ.એલ.એ કેસર સિંગ ગંગવારનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. તેમની નોએડાની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં ભાજપના ત્રણ એમ.એલ.એના એક પછી એક કોરોનાને કારણે મૃત્યુ થવાથી ખળભળ મચી ગઇ છે. આ દરમિયાન, એમ.એલ.એ કેસર સિંઘ ગંગવાર ના પુત્ર વિશાલ સિંઘ ગંગવારે રાજ્ય સરકાર પર પોતાના જ એમ.એલ.એનો ઉપચાર કરી શકતા નથી તેવો ગંભીર આરોપ મૂક્યો હતો.
એમ.એલ.એ કેસર સિંઘ ગંગવારને થોડા દિવસ પહેલા કોરોના થતાં તેમને બરેલીની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. તેમની પરિસ્થિતિ અંગે તેમના દીકરા વિશાલે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી. બરેલીની હોસ્પિટલમાં તેમની તબિયતમાં સુધારો ન નોંધાતા તેમને નોએડા સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની પરિસ્થિતિ વધુ કથળતા બુધવારે તેમનું મૃત્યુ થયું હતું.
મધ્યમ વર્ગ જ્યાં કોરોના સામે લડી રહ્યો છે. ત્યાં જ શ્રીમંત વર્ગની પરદેશ ભણી દોટ…
આ પહેલા ઔરૈયા જિલ્લાના ભાજપના એમ.એલ.એ રમેશ ચંદ્ર દિવાકર અને લખનઉના એમ.એલ.એ સુરેશ ચંદ્ર શ્રીવાસ્તવનું પણ કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.