ઉત્તર પ્રદેશના જનપદ મુરાદાબાદમાં સ્વાસ્થ્યકર્મી, હોસ્પિટલમાં વોર્ડ બોયના પદ પર તૈનાત 48 વર્ષિય મહિપાલનું મોત થઈ ગયું.
16 જાન્યુઆરીએ કોવિડ રસીકરણ અભિયાન હેઠળ મૃતકને કોવિડની વેક્સિન આપવામાં આવી હતી.
રવિવારે સાંજે ઘર ઉપર જ મહિપાલની તબિયત બગડી ગઈ હતી, તે પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમનો જીવ બચી શક્યો નહતો.
