News Continuous Bureau | Mumbai
જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) અમરનાથ યાત્રાને(Amarnath Yatra) હંગામી ધોરણે સ્થગિત કર્યા બાદ હવે ઉત્તરાખંડમાં(Uttarakhand) કેદારનાથ યાત્રા(Kedarnath Yatra) પણ રોકી દેવામાં આવી છે.
રુદ્રપ્રયાગ(Rudraprayag) જિલ્લા પ્રશાસને(District Administration) જણાવ્યું કે સોનપ્રયાગમાં(Sonprayag) ભારે વરસાદની(Heavy rain) સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે અને યાત્રાળુઓની સુરક્ષાને(Pilgrim safety) ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સાથે જ તીર્થયાત્રીઓને અપીલ કરવામાં આવી છે કે હાલમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તો બંધ છે, તેથી તમે જ્યાં છો ત્યાં જ રહો અને ઉત્તરાખંડ પોલીસ(Uttarakhand Police) સાથે સતત સંપર્કમાં રહો.
આ સમાચાર પણ વાંચો : ભારત G-20 શેરપા તરીકે પિયુષ ગોયલની જગ્યા લેશે ભૂતપૂર્વ નીતિ આયોગના આ અધિકારી- જાણો વિગત