માત્ર ચાર મહિનામાં આ રાજ્યના મુખ્ય મંત્રીએ રાજીનામું આપ્યું. ભાજપમાં હવે ચિંતા. કોણ બનશે નવું મુખ્યમંત્રી?

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તિરથસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું આપ્યું છે. 

સુત્રોના મતાનુસાર તેમણે આ મામલે બીજીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાજીનામું આપવાની રજૂઆત કરી છે. આ પાછળનું કારણ સંવૈધાનિક સંકટ ગણાવ્યુ છે.

તિરથસિંહના રાજીનામાના પગલે આજે નવા મુખ્યમંત્રીની વરણી માટે વિધાનસભા પક્ષની બેઠક મળશે. નવા મુખ્યમંત્રી તરીકે સતપાલ સિંહ અને ધનસિંહ રાવતના નામ ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતનાં રાજીનામા બાદ તીરથસિંહ રાવતે 10 માર્ચે મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું. 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *