ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપે એ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે ૧૮ થી ૪૪ વર્ષની વચ્ચેના લોકો માટે વેક્સિનેશન બંધ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ વય વચ્ચે રહેલા લોકો માટે 2,75,101 વેક્સિન ઉપલબ્ધ છે. આ વેક્સિન તે ઉંમરના લોકોને નહીં આપતા તેને 44 વર્ષથી વધુ વય ના લોકોને આપવું યોગ્ય રહેશે. પોતાની દલીલ પાછળ કારણ જણાવતાં તેમણે કહ્યું કે હાલ મહારાષ્ટ્ર પાસે બહુ ઓછી વેક્સિન બચી છે. આ ઉપરાંત 44 વર્ષથી વધુ વયના અનેક લોકો ને બીજા ડોઝની વેક્સિન આપવાનો સમય પાકી ગયો છે. આથી શક્ય છે કે આવનાર દિવસમાં અમે કાયદો બનાવીને 18 થી ૪૪ વર્ષની વયની વચ્ચેના લોકોને વેક્સીન આપવાનું બંધ કરી દઈએ.