ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
15 જુલાઈ 2020
વંચિત બહુજન આઘાડી ના પ્રમુખ પ્રકાશ આંબેડકર જે બાબાસાહેબ આંબેડકર ના પૌત્ર છે, તેમણે મધ્યપ્રદેશના ભોપાલમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે "ભારતમાં લોકસભા – વિધાનસભામાંથી હવે અનામત પ્રથા દૂર થવી જોઈએ. બાબાસાહેબ આંબેડકરના વિચારો ને ટાંકતા તેમણે કહ્યું કે બાબાસાહેબ આંબેડકરે માત્ર 10 વર્ષ માટે અનામતની જોગવાઇ કરી હતી અને 1954માં તેઓ પોતે બોલ્યા હતા કે અનામતની પ્રથા હવે ચૂંટણીમાંથી નાબૂદ થવી જોઈએ. પરંતુ, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને પક્ષો, મતોનું રાજકારણ રમવામાં મશગુલ છે અને તેમને અનામત દૂર કરવામાં કોઈ રસ નથી."
વધુમાં પ્રકાશ આંબેડકરે કહ્યું કે "લોકોએ માની લીધું છે કે મતાધિકારની જેમ તેમનો મત વિસ્તાર પણ અનામત છે. અને એમાં કોઈ ફેરફાર ન થાય આ એક મોટી ગેરસમજ છે જે જલ્દીથી જલ્દી દુર થવી જોઈએ." અનેક આંબેડકર વાદીઓને કહ્યું છે કે, 'રાજકીય અનામત દૂર કરો' પરંતુ દેશની રાજકીય પાર્ટીઓએ પોતાના સ્વાર્થ ખાતર સામાન્ય જનતાના મનમાં ઠસાવી દીધું છે કે અનામત તેમનો મૂળભૂત અધિકાર છે. વધુમાં તેમણે જણાવ્યું કે "મેં કોઈ દિવસ અનામતનો લાભ લીધો નથી. હું સામાન્ય બેઠક પરથી જ ચૂંટણી લડીને જીત્યો છું.' હા જો કે શિક્ષણ અને નોકરીમાં અનામત ને લોકોનો મૌલિક અધિકાર હોવાનું તેમણે જણાવ્યું હતું….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com