Site icon

Vande Bharat Express: મહારાષ્ટ્રમાં લાસુર પાસે વંદે ભારત એક્સપ્રેસ સાથે ગાયની ટક્કર.. ટ્રેનનું એન્જિન થયુ નિષ્ફળ.. આટલા કલાક સુધી પ્રવાસ ખોરવાયો

Vande Bharat Express: મુંબઈ જાલના વંદે ભારત એક્સપ્રેસ લાસુર અને પોતુલ વચ્ચે ગાય સાથે અથડાતા, અડધો કલાકથી વધુ સમય માટે ઘટના સ્થળે જ ઉભી રહી ગઈ હતી.

Vande Bharat Express A cow collided with the Vande Bharat Express near Lasur in Maharashtra.. The engine of the train failed

Vande Bharat Express A cow collided with the Vande Bharat Express near Lasur in Maharashtra.. The engine of the train failed

News Continuous Bureau | Mumbai

Vande Bharat Express: મુંબઈ -જાલના વંદે ભારત એક્સપ્રેસ શનિવારે સાંજે લાસુર ( Lasur ) અને પોતુલ વચ્ચે ગાય સાથે અથડાઈ ( collision  )  હતી. આ ટક્કર બાદ વંદે ભારત એક્સપ્રેસનું એન્જિન ( Train Engine ) બંધ થઈ ગયું હતું. જેમાં ટ્રેન લગભગ અડધો કલાક ઘટના સ્થળ પર ઉભી રહી ગઈ હતી. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, પોતુલથી વંદે ભારત એક્સપ્રેસ ( Mumbai – Jalna ) રવાના થયા બાદ અચાનક એક ગાય ( Cow ) સામે ટ્રેક પર આવી ગઈ હતી. જે બાદ ગાયને ટ્રેને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં એન્જિન ફેલ થઈ ગયું હતું. તેમ જ સૂત્રોએ જણાવ્યું હતું કે બ્રેક સહિત અન્ય નુકસાન પણ થયું હતું. જે બાદ લગભગ અડધો કલાક પછી પણ ટ્રેન ઘટના સ્થળે જ ઉભી હતી.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha : મહારાષ્ટ્રમાં પીએમ મોદી દ્વારા મહત્ત્વના વિકાસ પ્રોજેક્ટના ઉદ્ધાટન બાદ આ 11 લોકસભા સીટો પર મહાયુતિને ફાયદો થવાની વધી શક્યતા

આ અગાઉ પણ ટ્રેન રોકાઈ ગઈ હતી..

આ અંગે રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ ટ્રેનની જાળવણી અને સમારકામ છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન પર કરવામાં આવશે. જેમાં ટ્રેન સાંજે 7.45 વાગ્યાની આસપાસ છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન પર આવી હતી. આ અગાઉ થોડા દિવસો પહેલા પણ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી મુંબઈ જાલના વંદે ભારત એક્સપ્રેસના કોચમાં સાયરન વાગતા અચાનક ટ્રેન એક સ્થળે ઉભી રહી ગઈ હતી. જેમાં સાયરન કેમ વગડ્યુ તે તપાસ કરતા, કોચની અંદર મુસાફરે સીગરેટ સળગાવવાનો મામલો સામે આવ્યો હતો.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version