News Continuous Bureau | Mumbai
વંદે ભારત ટ્રેન મુસાફરોને ફળી છે. ઓક્ટોબરથી શરૂ થયેલી ટ્રેન સતત 129 દિવસથી હાઉસફૂલ જોવા મળી રહી છે. જેમાં મુસાફરોના વેઈટીંગ જોવા મળી રહ્યા છે. શતાબ્દી એક્સપ્રેસ બાદ હવે વંદે ભારત પણ મુસાફરોની પહેલી પસંદ બની છે. જો કે, શરુ કરાયેલી નવી ટ્રેનમાં મુસાફરી માણવાનો ક્રેઝ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. બંને ટ્રેનોના ભાડાની સરખામણી કરીએ તો વંદે ભારતમાં ભાડું વધુ વસૂલવામાં આવે છે.
આ ઉપરાંત અગાઉ જે પશુના કારણે અકસ્માતના બનાવો બન્યા હતા આ સમસ્યાને તત્કાલ દૂર કરીને પાટા પાસે પશુઓ ના પ્રવેશી તેવી વ્યવસ્થા કરાઈ છે. આમ દરેક પ્રકારની તકેદારીનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે. વંદે ભારત અમદાવાદથી 5.40 કલાકમાં મુંબઈ પહોંચે છે. જેથી ઝડપી પહોંચાડાતા મુસાફરોને આ સુવિધા વધુ સારી લાગી રહી છે.
સરેરાશ 200નું વેઈટિંગ
અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ કરાયેલી સેમી-હાઈ-સ્પીડ લક્ઝરી ટ્રેન વંદે ભારત મુસાફરો માટે મુંબઈ અમદાવાદ વચ્ચે પ્રથમ પસંદગી બની છે. મુસાફરો એટલા આવી રહ્યા છે કે, દૈનિક સરેરાશ 200નું વેઈટિંગ હોય છે.
આ સમાચાર પણ વાંચો: Turkey Earthquake: તુર્કી-સીરિયામાં કુદરતે મચાવ્યો કહેર, 3700થી વધુ લોકોના મૃત્યુ, હજારો લોકો કાટમાળ નીચે દટાયા.. જુઓ વિડીયો
સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત શરૂ કરતા સારો પ્રતિસાદ
વંદે ભારત એક્સપ્રેસની પાછળ ચાલતી શતાબ્દી એક્સપ્રેસ પણ સામાન્ય રીતે ભરેલી હોય છે. પરંતુ એક અઠવાડિયું અગાઉથી બુકિંગ કરીને સીટ મળે છે, બીજી તરફ વંદે ભારત એક્સપ્રેસમાં સીટ મળવી મુશ્કેલ છે. લક્ઝુરિયસ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ બાદ પશ્ચિમ રેલવેએ પણ અમદાવાદ-મુંબઈ વચ્ચે મુસાફરોની સુવિધા માટે સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત શરૂ કરતા સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
શતાબ્દી અને વંદે ભારતમાં ટિકિટના દરમાં છે આટલો ફર્ક
વંદે ભારત એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું 1200 રૂપિયા છે જ્યારે શતાબ્દી એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું 1095 રૂપિયા છે. જેથી કોઈ વધુ ફર્ક નથી પડતો આ ઉપરાંત વંદે ભારતમાં એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું રૂ.2295 છે જ્યારે શતાબ્દી એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું રૂ.2085 છે. જેથી ટિકિટની કિંમતમાં વધુ ફર્ક ના પડતા મુસાફરો વંદે ભારતમાં પણ શતાબ્દીની જેમ મુસાફરો મળી રહ્યા છે.