News Continuous Bureau | Mumbai
રેલ યાત્રી(railway passener) ઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ભારતીય રેલવેએ(Indian Railway) ગુજરાતના (Gujrat) પાટનગર ગાંધીનગર(Gandhinagar) અને મુંબઈ (Mumbai) વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન(Vande Bharat Express) નું ટાઇમ ટેબલ(Time Table) 5 નવેમ્બર, 2022 એટલે કે આજથી બદલાશે.
પશ્ચિમ રેલવે(Western Railway) ના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલિઝ અનુસાર, ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર આવતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વાપી સ્ટેશન પર 8.0 કલાકે પહોંચશે, અને ત્યાંથી આ ટ્રેન 8.02 કલાકે ઉપડશે. જ્યારે અગાઉ આ ટ્રેન 8.04 વાગે ત્યાં પહોંચતી હતી અને 8.06 વાગ્યે ત્યાંથી રવાના થતી હતી. ઉપરાંત વંદે ભારત એક્સપ્રેસ સુરત સ્ટેશન પર અગાઉ 09.00 વાગે આવતી હતી અને 09.03 વાગે ઉપડતી હતી તેના બદલે હવેથી આ ટ્રેન સુરત સ્ટેશને 08.55 વાગે આવશે અને 08.58 વાગે ત્યાંથી રવાના થશે.
આ સમાચાર પણ વાંચો : આ ચાર એન્ડ્રોઇડ એપ તુરંત તમારા ફોનમાંથી કરો દૂર-નહીં તો ખાલી થઈ જશે તમારું એકાઉન્ટ
આવી જ રીતે નવા ટાઇમ ટેબલ અનુસાર ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ પરત ફરતી ટ્રેન નંબર 20902 – વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર 15.53 કલાકે પહોંચશે અને ત્યાંથી 15.56 કલાકે રવાના થશે. અગાઉ આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 15.50 કલાક આવતી હતી અને 15.55 કલાકે રવાના થતી હતી. તો વાપી સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવેથી 18.38 કલાકના બદલે 18.13 કલાકે આવશે અને ત્યાંથી 18.40 કલાકને બદલે 18.15 કલાકે ઉપડશે.
ટ્રેનોના સમયમાં 20 મિનિટનો ફેરફાર
આ રૂટ પર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન બાકીના સ્ટેશનો પર અગાઉના સમય અનુસાર જ પહોંચશે અને રવાના થશે. નોંધનીય છે કે રેલવે વિભાગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં 20 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી, રેલવે પ્રશાસને મુસાફરોને આ નવા સમયપત્રક અનુસાર મુસાફરી કરવાની અપીલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : વાયરલેસ ચાર્જિંગ સાથે સ્માર્ટ સૂટકેસ થયું લોન્ચ- મળે છે અનેક શાનદાર ફીચર્સ