News Continuous Bureau | Mumbai
વંદે ભારત ટ્રેન(Vande Bharat express train) આજે ફરી એકવાર અકસ્માત(Accident)નો શિકાર બની છે. પ્રાપ્ત જાણકારી મુજબ વલસાડ(Valsad)ના અતુલ સ્ટેશન(Atul station) નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. આજે સવારે ટ્રેન અમદાવાદથી મુંબઇ (Ahemdabad to Mumbai) જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.
#VandeBharat train derails again: #Cattle on track near Valsad, damage to front part of train, train sent forward after short break'. pic.twitter.com/yZacoejn7G
&mdash(@yep_vineet) October 29, 2022
કહેવામાં આવી રહ્યું છે કે અહીં ટ્રેન સાથે ગાય (Cow) અથડાતાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો છે. એન્જીન(engine) ના ભાગે પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાળવા મળી રહ્યું છે. અકસ્માતને પગલે રેલવે વિભાગના કર્મચારી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જોકે ઘટનાના થોડા સમય બાદ ટ્રેન તેના ગંતવ્ય સ્ટેશન માટે રવાના થઈ ગઈ હતી.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદેભારત ટ્રેનને એક વખત નહીં પણ બે વખત અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રેનને થોડું નુકસાન પણ થયું હતું.