Site icon

એકલવાયા રહેવાનું પરિણામ – વાપીમાં બલીઠા ખાતે 3 માસ પછી મળવા ગયેલા દોહિત્રને નાનીનું હાડપિંજર મળ્યું.

News Continuous Bureau | Mumbai

વાપી બલીઠા(Vapi Balitha) ખાતે ભૂતિયુ ફળિયામાં(Bhutiu Phalia) રહેતી 70 વર્ષીય વૃદ્ધાને 3 માસ બાદ મળવા ગયેલા દોહિત્રને(Dohitra) માત્ર હાડપિંજર(skeleton) મળ્યું હતું. નાનપણથી જ 62 ગુંઠા જંગલ જેવી જગ્યામાં એકલી રહેતી આ વૃદ્ધા મોતને ભેંટતા ટાઉન પોલીસે(Town Police) સ્થળ નિરીક્ષણ કરી મોત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. 

Join Our WhatsApp Community

વાપી બલીઠા ખાતે નીમ્બુસ કંપનીની(Nimbus Company) પાછળ આવેલ ભૂતિયુ ફળિયામાં રહેતા 70 વર્ષીય રેખાબેન ગોપાળભાઇ નાયકા(Rekhaben Gopalbhai nayak) વર્ષોથી એકલા રહેતા હતા. રવિવારે સવારે તેમના દોહિત્ર જીતુભાઇ નાયકા (Jeetubhai Nayaka) રહે.ચલા ત્રણ માસ બાદ તેમને મળવા જતા ઘરનો દરવાજો ખુલ્લી હાલતમાં મળ્યા બાદ અંદર પ્રવેશતા નાની માની જગ્યાએ માત્ર હાડપિંજર મળ્યું હતું. જેથી તાત્કાલિક બનાવ અંગે ટાઉન પોલીસને જાણ કરાઇ હતી. વાપી ટાઉન પોલીસના પીઆઇ બી. જે. સરવૈયા તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એફએસએલની ટીમને જાણ કરી મોત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઇ હતી. 

ગીરમાં સિંહ દર્શન શરૂ થતા પ્રથમ દિવસે જ આફ્રીકા જેવો સીન સર્જાયો – રૂટ નંબર ત્રણ પર જીપ્સી વચ્ચે ત્રણ સાવજો ની લટાર

જોકે આ હાડપિંજર વૃદ્ધાનું જ છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વાપી નાયકવાડમાં રહેતા એક સંબંધીએ જણાવ્યું હતું કે, રેખાબેને લગ્ન કર્યા ન હતા અને નાનપણથી મા-બાપની જગ્યામાં તેઓ રહેતા હતા. છેલ્લે 15 જુલાઇએ તેઓ નાનીને મળ્યા હતા. તે દિવસે તેમણે નાની સાથે નાસ્તો પણ કર્યો હતો. જે બાદથી તેઓ નાનીને મળવા ગયા ન હતા. 

રેખાબેન 70 વર્ષની ઉંમરે પણ પોતે જ ખાવાનું બનાવતી અને ઘરનું કામ કરતી હતી. સંબંધીઓ તેમને દર 6 મહિને કે વર્ષે રાશન ભરાવી આપતા હતા. નાનપણથી જ પ્યોર વેજીટેરિયન હોવાથી તે સંબંધીઓના ઘરે જતી કે જમતી પણ ન હતી. કોઈ માંદગીના કારણે મોત થવાનું મનાઈ રહ્યું છે. મૃતક રેખાબેને 2 સસલા અને મરઘા પાળી રાખ્યા હતા. જોકે ત્રણ માસ બાદ સંબંધીઓને હાડપિંજર મળ્યા બાદ ઘર તેમજ આજુબાજુના જંગલ વિસ્તારમાં તપાસ કરતા સસલા અને મરઘા મળ્યા ન હતા. જે વૃદ્ધાના મોત બાદ ત્યાંથી પોતે જ નીકળી ગયા હશે તેવું અનુમાન પરિજનો લગાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  પૂના શહેર આખેઆખુ પાણી-પાણી -જોરદાર વરસાદે શહેરની હાલત ખરાબ કરી -જુઓ ફોટો અને વિડીયો

 

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version