News Continuous Bureau | Mumbai
Varaha Lakshmi Narasimha Temple : મંદિર એ બધા માટે આસ્થાનું સ્થળ છે. લોકો મંદિરમાં જઈને ભક્તિભાવથી પૂજા કરે છે, તો કેટલાક ભક્તો એવા હોય છે જે દાન કરે છે. દાન આપનારાઓમાં કેટલાક એવા છે જેઓ જાહેરાત કરીને દાન આપે છે તો કેટલાક ગુપ્ત રીતે દાન કરે છે. જે લોકો ગુપ્ત રીતે દાન(Donation) કરે છે તેઓ તેમના નામ જાહેર કરતા નથી, પરંતુ એક વ્યક્તિએ મંદિરમાં દાનપેટીમાં 100 કરોડનો ચેક મૂક્યો હતો. જ્યારે બેંકે તે ચેક(Cheque) ની ચકાસણી કરી તો ખબર પડી કે ખાતામાં 100 રૂપિયા પણ નથી.
મંદિરની દાનપેટીમાંથી 100 કરોડનો ચેક મળ્યો
આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના વિશાખાપટ્ટનમ(Visakhapatnam)ના શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ મંદિર(Varaha Lakshmi Narasimha Temple)માંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ભક્તે મંદિરની દાનપેટીમાં 100 કરોડ રૂપિયાનો ચેક(100 Crore rupees cheque) જમા કરાવ્યો હતો. 23 ઓગસ્ટે જ્યારે મંદિર પ્રશાસને દાન પેટીમાં પૈસાની ગણતરી શરૂ કરી ત્યારે એક કર્મચારીને નોટોના ઢગલામાં 100 કરોડ રૂપિયાનો ચેક મળ્યો. આ જોઈને બધાને નવાઈ લાગી.
Cheating on God! The staff of the famous Sri Varaha Lakshmi Narasimha temple, Simhachalam in #Visakhapatnam found a cheque for 100 crores in Temple ‘Hundi’ (offering box) but left in stunning disbelief after the bank informed them that the donor’s account had only Rs 17… pic.twitter.com/0AL2Nbpaur
— Ashish (@KP_Aashish) August 24, 2023
મંદિર પ્રશાસનના લોકો બેંક પહોંચ્યા
કર્મચારીએ મંદિરના વરિષ્ઠ અધિકારીને જાણ કરી. આ ચેક જોઈને તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મંદિર પ્રશાસન(Temple Committee) ના અધિકારીઓ એમવીપી કોલોની સ્થિત કોટક બેંકની શાખામાં પહોંચ્યા. જ્યારે બેંક કર્મચારીઓને ચેક અંગે પૂછપરછ કરવામાં આવી તો બધા ચોંકી ગયા.
આ સમાચાર પણ વાંચો : New Income Tax portal: CBDTએ ઈન્કમ ટેક્સની સુધારેલી વેબસાઈટ લોન્ચ કરી, મેગા મેનુ સાથે ઘણી નવી સુવિધાઓ મળશે
ખાતામાં માત્ર 17 રૂપિયા
પૂછપરછમાં જાણવા મળ્યું કે જે વ્યક્તિએ મંદિરને 100 કરોડનો ચેક દાનમાં આપ્યો છે તેના ખાતામાં માત્ર 17 રૂપિયા છે. આ સાંભળીને બધાને નવાઈ લાગી કે કોઈએ આવું કામ કેમ કર્યું હશે? બેંકમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, જે એકાઉન્ટમાંથી આ ચેક આપવામાં આવ્યો છે તે બોડ્ડેપલ્લી રાધાકૃષ્ણના નામે છે.
જો કે, હજુ સુધી આ મામલે કોઈપણ પ્રકારની ફરિયાદ દાખલ કરવાની કોઈ માહિતી સામે આવી નથી. એવું માનવામાં આવે છે કે વ્યક્તિએ મજાકમાં આટલી મોટી રકમનો ચેક મંદિરની દાનપેટીમાં મૂકી દીધો હતો. તે જ સમયે, શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ મંદિરની દાનપેટીમાં ભક્તોએ ભારે દાન કર્યું છે. ભક્તોએ બુધવારે (23 ઓગસ્ટ) ના રોજ 1.49 કરોડ રૂપિયા, 80 ગ્રામ સોનું અને 10 કિલો ચાંદીનું દાન કર્યું છે.