જ્ઞાનવાપી મસ્જિદમાં ફરી એક વાર થશે સર્વે, આવતીકાલે કોર્ટ આટલા વાગ્યે નક્કી કરશે નવી તારીખ.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

શ્રૃંગાર ગૌરી(Shrungar guari) અને જ્ઞાનવાપી મસ્જિદના(Gyanvapi masjid) મામલામાં ભારે હોબાળા વચ્ચે અધૂરો રહી ગયેલો સર્વે(Survey) ફરીથી હાથ ધરવામાં આવશે. 

હવે આ માટે કોર્ટ(Court) આવતીકાલે બપોરે 2 વાગ્યે ફરી સુનાવણી(Hearing) કરશે અને આ સર્વે માટે નવી તારીખ આપશે. 

આ કેસમાં કુલ ત્રણ દિવસનો સર્વે પ્રસ્તાવિત હતો પરંતુ ભારે હોબાળાના કારણે બે દિવસની અંદર જ આ સર્વે વચ્ચે જ રોકી દેવાયો. 

જોકે પહેલા કહેવામાં આવ્યુ હતુ કે આ મામલે હિંદુ પક્ષની(Hindu party) તરફથી રાખી સિંહ પોતાનો કેસ પાછો લેશે, પરંતુ આજે જણાવાયુ છે કે તેઓ પોતાનો કેસ પાછો લેવાના નથી.

આ સમાચાર પણ વાંચો :  શાહીન બાગમાં બુલડોઝર રોકનારાઓને સુપ્રીમે આપ્યો ઝાટકો, કોર્ટે આપ્યો આ આદેશ; જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment