Varanasi Election Result 2024 : વારાણસીથી વડાપ્રધાન મોદી માત્ર 1.5 લાખ મતે જીતતા આશ્ચર્ય..

Varanasi Election Result 2024 : ઉત્તર પ્રદેશમાં NDAના ઘણા નેતાઓ પાછળ ચાલી રહ્યા છે, પરંતુ તેમાંથી દરેક વારાણસી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિશે વાત કરી રહ્યા છે. કારણ કે તેઓ માત્ર 1.5 લાખ મતે જીત્યાં છે. દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને આ વખતે 4,60,457 મત મળ્યા છે.

by kalpana Verat
Varanasi Election Result 2024 PM Modi wins Varanasi but sees big dip in vote share

News Continuous Bureau | Mumbai 

Varanasi Election Result 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વારાણસી લોકસભા બેઠક જીતી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 1.5 લાખ મતોથી હરાવ્યા છે. જો છેલ્લી બે ચૂંટણીમાં જીતની સરખામણી કરીએ તો આ વખતે માર્જિન ઘણું ઓછું છે. આ વખતે મોદીને ગત ચૂંટણીમાં મળેલા વોટ કરતા ઓછા વોટ મળ્યા છે. ગત વખતે પીએમ મોદીને 674664 વોટ મળ્યા હતા. આ વખતે માત્ર 612970 મત જ મળી શક્યા. જ્યારે ગત વખતે માત્ર 152548 મત મેળવનાર કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને આ વખતે 460457 મત મળ્યા છે. આ રીતે પીએમ મોદીએ અજય રાયને 152355 વોટથી હરાવ્યા છે.

S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 NARENDRA MODI Bharatiya Janata Party 611439 1531 612970 54.24
2 AJAY RAI Indian National Congress 459084 1373 460457 40.74
3 ATHER JAMAL LARI Bahujan Samaj Party 33646 120 33766 2.99

 

Varanasi Election Result 2024 PM Modi wins Varanasi but sees big dip in vote share

આ સમાચાર પણ વાંચો:  ભાજપ ટેન્શનમાં તો કોંગ્રેસ એક્શનમાં, PM મોદીએ ટીડીપીના વડા ચંદ્ર બાબુ નાયડુ સાથે તો શરદ પવારે નીતીશ કુમાર સાથે કરી વાત..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More