Site icon

હરખ તું હિંદુસ્તાન.. પ્રથમ મહિલા પાયલોટ શિવાંગી સિંહ ‘રાફેલ’ લડાકુ વિમાન ઉડાડશે.. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 સપ્ટેમ્બર 2020

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સંસદીય મતવિસ્તાર વારાણસીએ વધુ એક સિદ્ધિ મેળવી. ફાઈટર વિમાન રાફેલની સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં પ્રથમ મહિલા પાયલટ લેફ્ટેનન્ટ વારાણસીની શિવાંગી સિંહનું નામ સામેલ થઈ ગયું છે. વારાણસીના ફુલવરિયા વિસ્તાર સ્થિત પાયલોટ શિવાંગીના ઘરે ઉત્સવ નો માહોલ છે. શિવાંગીના બાળપણ અંગે તેની માતાએ જણાવ્યું કે 'તે શરૂઆતથી જ ભણવામાં હોશિયાર હતી. પ્રાથમિક શિક્ષણ બાદ ઉચ્ચ શિક્ષણ માટે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય (BHU) માં અભ્યાસ માટે ગઈ હતી. એક મહિનાની તાલિમમાં ક્વોલિફાય કર્યા બાદ હવે તે રાફેલ ટીમનો ભાગ બની છે.'

શિવાંગીના પિતા કુમારેશ્વર સિંહે જણાવ્યું કે અમને ગર્વ છે કે અમારી દીકરી દેશનું નામ રોશન કરી રહી છે. બીએચયુમાં જ તે નેશનલ કેડેટ કોરમાં 7 યુપી એર સ્ક્વોડ્રનનો ભાગ હતી. બીએચયુથી 2013 થી 2015 સુધી એનસીસી કેડેટ રહી. આ સાથે જ સનબીમ ભગવાનપુરથી બીએસસી પૂરું કર્યું. શિવાંગી દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડમાં 2013 માં ઉત્તર પ્રદેશની ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. 

શિવાંગીનું પોસ્ટિંગ હાલ રાજસ્થાનમાં છે. તેમણે 2016માં તાલિમ માટે વાયુસેના એકેડેમી જોઈન કરી હતી. ગત 16 ડિસેમ્બર 2017 ના રોજ હૈદરાબાદ સ્થિત એર ફોર્સ એકેડેમીમાં તેમને ફાઈટર પાયલટનું બિરુદ મળ્યું હતું. ત્યારબાદ હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂરી કર્યા બાદ શિવાંગી હાલ મિગ-21ની ફાઈટર પાઈલટ છે. 

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version