News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) વારાણસીમાં(Varanasi) વર્ષ 2006માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં(Serial blast case) આરોપી વલીઉલ્લાહને(Waliullah) ગાઝિયાબાદની કોર્ટે(Court of Ghaziabad) દોષી ઠેરવ્યા છે.
હવે કોર્ટ વલીઉલ્લાહની સજા પર 6 જૂને સુનાવણી કરશે.
ગાઝિયાબાદના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ(Sessions Judge) જિતેન્દ્ર કુમાર સિન્હાએ(Jitendra Kumar Sinha) આજે આ મામલે સુનાવણી કરતા વલીઉલ્લાહને દોષી કરાર આપ્યા.
23 મે એ આ કેસની સુનાવણી પૂરી થઈ ગઈ હતી. કોર્ટે દોષ સાબિત થવા પર નિર્ણય સંભળાવવા માટે ચાર જૂનની તારીખ નક્કી કરી હતી.
ઉલ્લેખનીય છે કે સાત માર્ચ 2006એ વારાણસીમાં સંકટમોચન મંદિર(Sankatmochan Mandir) અને કેન્ટ રેલવે સ્ટેશન(Kent railway station) પર બોમ્બ બ્લાસ્ટ(Bomb Blast) થયા હતા. આ સિવાય દશાશ્વમેઘ ઘાટ(Dashaswamegh Ghat) પર કુકર બોમ્બ(Cooker bomb) મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : આ રાજ્યના કેબિનેટમાં મોટા ફેરફાર- તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા- રવિવારે નવા મંત્રી લેશે શપથ