News Continuous Bureau | Mumbai
Surat : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા વિકાસ દિવસ(Vikas Day) 17 સપ્ટેમ્બર- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના(PM Modi) જન્મદિન નિમિતે ઓલપાડ તાલુકાના કરમલા ગામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ દિવસ દરમિયાન સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી.
આ ઉપરાંત વૃક્ષારોપણ(tree plantation) કરવામાં આવ્યું તેમજ પ્રધાનમંત્રી શ્રીએ આપેલ પંચ પ્રણો પર શપથ પણ લેવામાં આવી.આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ સરકારશ્રીનો કાર્યક્રમ મેરી માટી, મેરા દેશ ફેઝ-2.0 જે અંતર્ગત ઓલપડ તાલુકામાં ઘરે-ઘરેથી માટી એકત્રિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા આ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ગામોની અંદર ગ્રામજનોને શપથ દ્વારા આ કાર્યક્રમ વિશે જાગૃત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી હેમલતાબેન, ઉપસરપંચ, તમામ સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમો સુરત જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ ચોર્યાસી તાલુકા સ્વયંસેવકો નિખિલ ભુવા અને મેહુલ દોંગા, જૈવિક રૈયાણી દ્વારા આયોજન કરવામાં આવ્યા હતાં.
આ સમાચાર પણ વાંચો : Multimedia Exhibition : “9વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ” પર તરણેતર મેળામાં પાંચ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શન