ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર
સરકાર વાર્ષિક નાણાકીય ખર્ચ માટે ૧ લાખ કરોડ રૂપિયાનું ફંડ પણ રાખે. બિલના માધ્યમથી વરુણ ગાંધીએ ૨૨ પાક પર અપાતી એમએસપીને કાનૂની ગેરન્ટી આપવાની માગ કરી છે. ગાંધીએ બિલનો મુસદ્દો સંસદને મોકલી આપ્યો છે. જાેકે હાલ તે સંસદમાં રજૂ થયો નથી. પ્રસ્તાવિત બિલ અનુસાર જાે કોઈ ખેડૂતને નક્કી એમએસપીથી ઓછી ચુકવણી કરાય તો તેને જેટલી કિંમત અપાઈ છેતેનું વળતર ચૂકવાશે. તેમાં એવો પણ પ્રસ્તાવ છે કે લેવડ-દેવડના બે દિવસની અંદર ચુકવણી સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં થાય. વરુણ ગાંધી અનુસાર ખેડૂતોને એમએસપીની ગેરન્ટી મળશે તો ૯.૩ કરોડ પરિવારોને ફાયદો થશે અને ગ્રામીણ અર્થતંત્રમાં તેજી આવશે.ખેડૂત આંદોલન મુદ્દે સતત બોલતા રહેલા પીલીભીતથી ભાજપ સાંસદ વરુણ ગાંધીએ ખેડૂતોના મુદ્દે વધુ એક દાંવ રમ્યો છે. વરુણ હવે એમએસપીની કાયદાકીય ગેરન્ટી માટે પ્રાઈવેટ મેમ્બર બિલ લાવવા જઇ રહ્યા છે. રવિવારે તેમણે આ પ્રસ્તાવિત પ્રાઈવેટ મેમ્બર બિલનો મુસદ્દો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.