Site icon

 રાજનૈતિક આશ્ચર્ય.. ભાજપના આ નેતાએ ઓવૈસીને બિરદાવ્યા. જાણો શું છે સમગ્ર મામલો.. 

News Continuous Bureau | Mumbai 

દેશમાં બેરોજગારી(Unemployment) અને મોંઘવારી(Inflation) સતત વધી રહી છે અને તેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. ત્યારે બીજી તરફ બીજેપી સાંસદ વરુણ ગાંધીBJP MP Varun Gandhi) મોદી સરકાર(Modi Govt)ને ઘેરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. યુવા, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દાઓ પર વરુણ ગાંધી પાર્ટી લાઇનની બહાર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. હવે વરુણ ગાંધીએ બેરોજગારીના મુદ્દે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન – AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)ના વખાણ કર્યા છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ એક સભાને સંબોધિત કરતી વખતે, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)એ ખાલી પડેલી સરકારી જગ્યાઓનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન ઓવૈસીએ એમ પણ કહ્યું કે, 'આ આંકડા બીજા કોઈએ નહીં પણ પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી(BJP MP Varrun gandhi)એ શેર કર્યા છે. ઓવૈસીના આ નિવેદનનો વીડિયો શેર કરીને વરુણ ગાંધીએ તેમનો આભાર માન્યો છે.

 

ઓવૈસીના આ નિવેદનને શેર કરતા વરુણ ગાંધીએ કહ્યું, 'બેરોજગારી આજે દેશનો સૌથી જ્વલંત મુદ્દો છે અને આખા દેશના નેતાઓએ આ મુદ્દે સરકાર(Govt)નું ધ્યાન દોરવું જોઈએ. બેરોજગાર યુવાનોને ન્યાય મળવો જોઈએ, તો જ દેશ શક્તિશાળી બનશે. હું આભારી છું કે રોજગાર(employment) પર ઉઠાવવામાં આવેલા મારા પ્રશ્નોનો ઓવૈસીજીએ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો.

આ સમાચાર પણ વાંચો : રાહતભર્યા સમાચાર – મે મહિનામાં છૂટક મોંઘવારીમાં આવ્યો મોટો ઘટાડો- સરકારે જાહેર કર્યા આંકડા

તમને જણાવી દઈએ કે, આ પહેલા વરુણ ગાંધીએ સરકારના વિવિધ વિભાગોનો ઉલ્લેખ કરીને ડેટા શેર કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'જ્યારે બેરોજગારી(Unemployment) 3 દાયકાના સર્વોચ્ચ સ્તરે છે, ત્યારે આ આંકડા ચોંકાવનારા (Job Deta)છે. ભરતીઓ ન મળવાને કારણે કરોડો યુવાનો નિરાશ છે, જ્યારે 'સરકારી આંકડાઓ'નું માનીએ તો દેશમાં 60 લાખ 'મંજૂર પોસ્ટ' ખાલી છે. આ જગ્યાઓ માટે જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તે ક્યાં ગયું? આ જાણવાનો દરેક યુવકનો અધિકાર છે!' 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version