Site icon

Vasai Murder: “મારી સાથે આવું કેમ કર્યું?” વસઈમાં પાગલ પ્રેમી ધોળા દિવસે રસ્તા પર તેની પૂર્વ પ્રેમિકા પર કરતો રહ્યો હુમલો, લોકો જોતા રહ્યા; જુઓ વિડીયો..

Vasai Murder:30 સેકન્ડમાં લગભગ 15 વાર યુવતીના માથા પર હુમલો કરે છે. લોખંડનું પાનું (નટ અને બોલ્ટને કડક કરવા માટેનું સાધન) તેના માથા પર પડતાં યુવતી બેભાન થઈ જાય છે. આમ છતાં આરોપી રોહિત તેને મારતો રહે છે. આટલું જ નહીં, થોડીવાર પછી તે મૃતદેહ પાસે બેસીને વાત કરવા લાગે છે.

Vasai Murder Mumbai man killed a woman by hitting her with an iron wrench 15 times in Mumbai's Vasai

Vasai Murder Mumbai man killed a woman by hitting her with an iron wrench 15 times in Mumbai's Vasai

News Continuous Bureau | Mumbai

Vasai Murder: મુંબઈ ( Mumbai ) ને અડીને આવેલા વસઈ વિસ્તારમાં 20 વર્ષના યુવક દ્વારા પોતાની પૂર્વ પ્રેમિકાની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ ઘટના વસઈ ( Vasai ) ના વ્યસ્ત રોડ પર બની હતી. પાગલ પ્રેમી ( Boyfriend ) એ યુવતી પર લોખંડના પાના વડે હુમલો કર્યો જ્યાં સુધી તે મરી ન જાય. ચોંકાવનારી વાત એ છે કે ઘટનાસ્થળે ઘણા લોકો હાજર હતા પરંતુ તેમાંથી મોટાભાગના લોકો મુખ દર્શકની જેમ આ ઘટના જોઈ રહ્યા હતા.

Join Our WhatsApp Community

Vasai Murder: જુઓ વિડીયો  

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મૃતકનો એક્સ બોયફ્રેન્ડ છે, જે યુવતીના સંબંધ ( Relationship )  તોડવાથી નારાજ હતો. ધોળા દિવસે થયેલી હત્યાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Vasai Murder: 30 સેકન્ડની અંદર 15 વાર લોંખડના પાના વડે હુમલો કર્યો

રિપોર્ટ અનુસાર, આ ઘટના સોમવારે સવારે 8:30 વાગ્યે વસઈ પૂર્વ વિસ્તારમાં બની હતી જ્યારે યુવતી કામ પર જઈ રહી હતી. આ ઘટના સુરક્ષા ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. તેમાં જોઈ શકાય છે કે યુવતી મુસાફરોથી ભરેલા રસ્તા પર ચાલી રહી છે. અચાનક યુવક ત્યાં આવે છે અને તેના માથા પર પાના વડે હુમલો કરે છે. જેના કારણે તે જમીન પર પડી જાય છે. તે તેનું માથું ઊંચું કરવાનો પ્રયાસ કરે છે પરંતુ યુવક તેના પર ફરીથી હુમલો કરે છે. યુવકે તેના પર 30 સેકન્ડની અંદર 15 વાર લોંખડના પાના વડે હુમલો કર્યો.

Vasai Murder: તેં મારી સાથે આવું કેમ કર્યું?’

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે હત્યારો આ હત્યા ( Murder ) ને અંજામ આપી રહ્યો હતો ત્યારે તે જોવા માટે ત્યાં ભારે ભીડ હતી. એક વ્યક્તિએ  દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ આરોપી તેના પર પણ હુમલો ( Attack ) કરવા દોડી ગયો હતો,  આ પછી યુવતીને બચાવવા વચ્ચે કોઈ આવ્યું નહીં. લોકો જોતા જ રહ્યા અને આરોપી  યુવતી પર પાના વડે હુમલો કરતો રહ્યો. આ દરમિયાન તે રસ્તા પર અર્ધ મૃત હાલતમાં પડેલી એક છોકરી સાથે વાત કરતો પણ જોવા મળ્યો હતો. ‘તેં મારી સાથે આવું કેમ કર્યું?’ આટલું કહીને તે ફરી તેના પર વાર કરે છે. ત્યારબાદ  તે લોહીથી ભરેલું સ્પેનર એક તરફ ફેંકી દે છે અને જતો રહે છે.  યુવકને શંકા હતી કે યુવતી નવા સંબંધમાં છે. આનાથી તે પાગલ થઈ ગયો. તેણે યુવતીનો પીછો કરીને તેની હત્યા કરી નાખી.  

આ સમાચાર પણ વાંચો :  ‘હેપ્પી ફોર પ્રિયંકા..’ રોબર્ટ વાડ્રાની પ્રતિક્રિયા, પોતાની રાજકારણમાં એન્ટ્રીને લઈને આપ્યા આ સંકેત..

હવે આ માલમે પોલીસનું કહેવું છે કે  મૃતક યુવતી અને આરોપી છેલ્લા 6 વર્ષથી રિલેશનશિપમાં હતા. બે મહિના પહેલા જ બંનેનું બ્રેકઅપ થયું હતું. આ બે મહિનામાં આરોપીએ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને કસ્ટડીમાં લીધો છે. હત્યામાં વપરાયેલ લોખંડનું પાનું પણ મળી આવી છે. આગળની કાર્યવાહી ચાલુ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Exit mobile version