News Continuous Bureau | Mumbai
Vatva Loco Shed : ભારતીય રેલવેમાં ઈલેક્ટ્રિક ટ્રેક્શનના 100 ગૌરવપૂર્ણ વર્ષોના ઉપલક્ષ્યમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ઈલેક્ટ્રિક લોકો શેડ, વટવા દ્વારા થ્રી ફેઝ ઈલેક્ટ્રિક લોકો સંખ્યા 41708 WAG9HC પર વિનાઈલ પેસ્ટિંગ દ્વારા સુસજ્જિત કરવામાં આવ્યું. આ વિશેષ આયોજન હેઠળ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ ઇલેક્ટ્રિક લોકો સંખ્યા 41708 ને ભારતીય રેલ સેવા માટે સમર્પિત કર્યું.
આ પ્રસંગે વરિષ્ટ મંડળ યાંત્રિક એન્જિનિયર (ELS) વટવા શ્રી એસ.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે મંડળ રેલ પ્રબંધક અમદાવાદના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તે ફક્ત ભારતીય રેલ્વેના ગૌરવશાળી ઇતિહાસનું સન્માનજ નથી કરતું, પરંતુ તેના ભવિષ્ય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું કે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ વટવા શેડના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પ્રશંસાને પાત્ર છે.
આ સમાચાર પણ વાંચો : LPG Subsidy : આણંદ માં વર્ષ ૨૦૨૪માં આ યોજના અંતર્ગત ૧.૭૧ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૧૨.૮૨ કરોડની સબસિડી ચૂકવવામાં આવી
શ્રી ગુપ્તાએ વધુમાં ઉમેર્યું હતું કે હાલમાં વટવા શેડ ખાતે 50 કન્વેશનલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ અને 92 થ્રી ફેઝ ઇલેક્ટ્રિક લોકોમોટિવની નિયમિત જાળવણી કરવામાં આવી રહી છે જે ભારતીય રેલ્વેની ટેકનોલોજી અને સંચાલન ક્ષમતાને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.
આ આયોજન ભારતીય રેલ્વેની શ્રેષ્ઠતા અને પ્રગતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક ટ્રેક્શનના ક્ષેત્રમાં વધુ સફળતા તરફ દોરી જશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.