293
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 માર્ચ 2021
ઉત્તર પ્રદેશમાં અલાહબાદ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવ એ જિલ્લા અધિકારી ને પત્ર લખ્યો છે કે મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારવામાં આવે. પોતાના પત્રમાં તેમણે અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા નો ઉલ્લેખ કરતા કહ્યું છે કે રોજ સવારે સાડા પાંચ વાગ્યે મસ્જિદના ભૂંગળા માંથી થનાર અવાજને કારણે તેમની ઊંઘ ખરાબ થાય છે.
કુલપતિના પરિપત્રને કારણે મુસ્લિમો છંછેડાયા છે. અનેક મુસ્લિમ ધર્મ ગુરુએ કહ્યું છે કે મંદિરમાંથી ભજન કીર્તન પણ બંધ કરવા જોઈએ. આમ કુલપતિના પત્ર પછી ઉત્તર પ્રદેશમાં હિંદુ અને મુસલમાન વચ્ચે બયાનબાજી તેજ થઇ ગઇ છે.
You Might Be Interested In