News Continuous Bureau | Mumbai
Veer Narmad Gujarat University: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દ્વિ-ચક્રીય વાહનનો ઉપયોગ કરતા યુનિ.ના અધિકારીઓ,કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ પહેરવા અંગે જરૂરી સુચના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડાના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ દ્વાર પર સતત ૩૦ થી વધુ દિવસ હેલ્મેટ ઝુંબેશ શરૂ ચાલી હતી. હેલ્મેટ ઝુંબેશમાં યુનિ. કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા, કુલસચિવશ્રી ડૉ. આર. સી. ગઢવી તથા સુરક્ષા અધિકારીશ્રી મેહુલ મોદીએ હેલ્મેટની આવશ્યકતાઓ વિશે સમજાવીને ફરજીયાત હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ૩૦ દિવસ થી વધુ દિવસ ચાલેલી ઝુંબેશની તા.૦૧લીએ જાન્યુઆરીએ પુર્ણાહુતી થઈ હતી. હેલ્મેટ પહેરીને આવનાર તમામ વાહન ચાલકોને ભગવદ્ ગીતા આર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઝુંબેશમાં સતત કાર્યરત સુરક્ષા અધિકારીશ્રી મેહુલ મોદી તથા મહિલા સુરક્ષા કર્મીઓને સાલ તથા જેકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં બાંધકામ વિભાગના OSD ધર્મેશભાઈ જુરેમલાની, ફાઈન આર્ટસ વિભાગના કો-ઓર્ડીનેટર શ્રી અંકિત ચાંગાવાલા તેમજ મોનિકાબેન આકોલીયા હાજર રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.