Site icon

Veer Narmad University : માતૃત્વની મીઠાશ: માતા અને વિદ્યાર્થી તરીકેની બેવડી ભૂમિકા નિભાવી નિરાલી પોલરાએ પદવી સ્વીકારી

Veer Narmad University : નવસારી જિલ્લાના જલાલપોરના નિરાલી પોલરાએ એમ.એ.(ગુજરાતી) માસ્ટર ઓફ લિટરેચરમાં ૮૦.૨૭ ટકા મેળવી ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યોઃ

Veer Narmad University Nirali Polra accepts degree, playing dual roles as mother and student

Veer Narmad University Nirali Polra accepts degree, playing dual roles as mother and student

 News Continuous Bureau | Mumbai 

Veer Narmad University : 

Join Our WhatsApp Community

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં નવસારી જિલ્લાના જલાલપોર ગામની નિરાલીબેન કેતનભાઇ પોલરાએ પોતાની ત્રણ મહિનાની નાની દિકરી સાથે એમ.એ (ગુજરાતી)માં ગોલ્ડ મેડલ સાથે પદવી સ્વીકારી હતી. માતૃત્વની મીઠાશ સમા પદવીદાન સમારોહમાં માતા અને વિદ્યાર્થી તરીકેની બેવડી ભૂમિકા નિભાવનાર નિરાલી પોલરાની ઝિંદાદિલીને સૌએ સરાહી હતી. તેમણે એમ.એ. (ગુજરાતી) માસ્ટર ઓફ લિટરેચરમાં ૮૦.૨૭ ટકા મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

નિરાલીબેનના લગ્ન વર્ષ ૨૦૧૫માં થયા બાદ પણ તેમણે અભ્યાસ છોડ્યો નહીં. શરૂઆતમાં ધો. ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નવી દિશામાં આગળ વધવા માટે પરિવારનો સહકાર મળ્યો. સાસરીયામાં સપનાને સાકાર કરવાનું બળ મળ્યું. વાંચનનો શોખ તેમને કોમર્સમાંથી આર્ટ્સ તરફ ખેંચી લાવ્યો. તેમણે નવસારીની એસ.બી.ગાર્ડા આર્ટ્સ કોલેજમાંથી બી.એ અને ત્યારબાદ બિલીમોરાની શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયમાંથી બી.એડ પૂર્ણ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  વીર નર્મદ યુનિવર્સિટીનો યોજાયો ૫૬મો પદવીદાન સમારોહ, ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

નિરાલીબેન હાલમાં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે એમ.એડનો અભ્યાસ કરી રહી છે અને તેમનું ધ્યેય છે કે તેઓ ગુજરાતી વિષયમાં શિક્ષિકા બને. તેઓ માને છે કે આજે જ્યારે અંગ્રેજી ભાષાનું મહત્વ વધી રહ્યું છે, ત્યારે નવી પેઢી પણ આપણી મૂળ ભાષા સાથે જોડાય. માતૃભાષા ગુજરાતીનું સવર્ધન કરીએ એ આપણી ફરજ છે.. નિરાલીબેન કહે છે, “આજનો દિવસ યાદગાર રહ્યો છે. મારી ત્રણ મહિનાની નાની દિકરીને હાથમાં લઇને જ્યારે હું મંચ પર ડિગ્રી અને ગોલ્ડ મેડલ લેવા ગઈ, એ મારી માતૃત્વ અને મહેનત બંનેની સિદ્ધિ છે. નિરાલીબેન એક ઉદાહરણ રૂપ છે કે યોગ્ય સહકાર અને સખત મહેનતથી મહિલાઓ કોઈપણ મંચ પર પોતાનું સ્થાન બનાવી શકે છે, પછી તે પરીક્ષા રૂમ હોય કે જીવન મંચ. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version