News Continuous Bureau | Mumbai
ગુજરાત સહિત મહારાષ્ટ્ર(Maharashtra)ના અનેક ભાગોમાં મેઘરાજા(monsoon)એ ધડબડાટી બોલાવી છે. બંને રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તો ક્યાંક ધોધમાર વરસાદ(Heavy rain)ના પગલે ઘરો અને ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા છે. તો ક્યાંક આખેઆખા ગામડા બેટમાં ફેરવાઇ ગયા છે.
દરમિયાન ભારે વરસાદને કારણે હોલસેલ માર્કેટમાં શાકભાજીની આવક ઘટી છે. સામાન્ય કરતાં ઓછા જથ્થામાં શાકભાજી બજારમાં આવી રહ્યા છે. જેના કારણે શાકભાજીના ભાવમાં પણ 30 થી 40 ટકાનો વધારો થયો છે. મુંબઈ, નવી મુંબઈ, કલ્યાણના હોલસેલ માર્કેટમાં પુણે, નાસિક, ગુજરાતમાંથી શાકભાજી આવે છે. પરંતુ તે વિસ્તારોમાં ભારે વરસાદને કારણે શાકભાજીના પરિવહનને અસર થઈ છે. ભારે વરસાદથી પાંદડાવાળા શાકભાજી અને ફળોના વાવેતરને પણ નુકસાન થયું છે.
આ સમાચાર પણ વાંચો : આ વસ્તુઓ પર લાદવામાં આવેલા 5 ટકા GSTના વિરોધમાં વેપારીઓનું આંદોલન- આજે ભારત બંધ- આ દિવસથી GST અમલમાં આવશે
શાકભાજીના ભાવ પ્રતિ કિલો
વટાણા- 100
તુરીયા- 60
સીમલા મિર્ચી- 70
ગવાર- 70
દેશી મેથી, લાલ માટ- 40