Site icon

ભારે કરી- આ ભાઈએ ચલણ કાપવાના ડરથી હેલ્મેટ પહેરીને શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું- પોલીસે પકડતા કહ્યું કંઈક આવું, જુઓ વાયરલ વીડિયો

News Continuous Bureau | Mumbai

મોટે ભાગે પોલીસ મોટરસાઇકલ(motorcycle) ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરનારાઓ(Non-helmet wearers) સામે ઝુંબેશ ચલાવે છે અને ટ્રાફિકના નિયમોનો(Traffic rules) ભંગ કરનારાઓ પાસેથી દંડ વસૂલ કરે છે. પોલીસ આવું એટલા માટે કરે છે જેથી બાઇક પર સવાર લોકો જાગૃત થાય અને તેમની સુરક્ષાનું ધ્યાન રાખે. પરંતુ શું તમે કોઈને હેલ્મેટ પહેરીને ઠેલો ચલાવતા જોયા છે? જી હા, મધ્યપ્રદેશમાં(Madhya Pradesh) હેલ્મેટ પહેરેલ યુવક ચલણ કપાઈ જવાના ડરથી હાથગાડી પર શાકભાજી વેચતો(Vegetable seller) જોવા મળ્યો હતો. યુવકનો વીડિયો ટ્વિટર(Twitter) અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ(social media platform) પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક હેલ્મેટ પહેરીને હાથગાડી પર શાકભાજી વેચી રહ્યો છે. આ વીડિયો મધ્યપ્રદેશના સિધી જિલ્લાનો છે. આ વીડિયો એક ટ્વીટર યુસરે શેર કર્યો છે. તેણે આ વીડિયો શેર કરતા  લખ્યું, 'ડર નહીં, જાગૃતિની જરૂર છે.' કહેવામાં આવી રહ્યું છે કે ગત શનિવારે ટ્રાફિક પોલીસે(traffic police) લકેટરેટ પાસે ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર અને ટ્રાફિકના નિયમોનો (Traffic rules) ભંગ કરનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તે જ સમયે આ હોકર પણ તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તેને ડર હતો કે જો તેણે હેલ્મેટ નહીં પહેર્યું તો પોલીસ તેનું ચલણ પણ કાપી નાખશે. આથી તેણે આ હેલ્મેટ અન્ય વ્યક્તિ પાસેથી લઈ લીધું અને પહેર્યું. આ વ્યક્તિને રસ્તા પર હેલ્મેટ પહેરીને હેન્ડકાર્ટ ચલાવતા જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોલીસે આ માણસ સાથે વાત કરી. આ સાંભળીને તમે પણ હસતા રહી જશો.

આ સમાચાર પણ વાંચો :  ક્રુરતાની તમામ હદો પાર- ચાંદીના કડા માટે 108 વર્ષની વૃદ્ધ મહિલાના કાપી નાંખ્યા બંને પગ

યુવક પોલીસકર્મીઓને કહે છે કે તેને રસ્તામાં ખબર પડી કે પોલીસ ચેકિંગ આગળ ચાલી રહ્યું છે અને હેલ્મેટ ન પહેરનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તેને લાગ્યું કે જો તેણે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તેણે દંડ પણ ભરવો પડશે. જો કે, પોલીસકર્મીઓએ હેન્ડકાર્ટ ચલાવતા યુવકોને સમજાવ્યું કે આ હેલ્મેટ તેના માટે નહીં પરંતુ ટુ વ્હીલર ચલાવતા લોકો માટે જરૂરી છે.

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version