ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ મુંબઈમાં રાજકીય પાર્ટીઓએ એકબીજા પર આક્ષેપબાજી ચાલુ કરી દીધી છે. તાજેતરમાં જ ભાજપે શિવસેના પર 1800 કરોડ રૂપિયાની આશ્રય યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ કર્યો છે, ત્યારે શિવસેનાએ ભાજપ પર વળતો વાર કર્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં આશ્રય યોજનાને લગતા પ્રસ્તાવ મંજૂર થયા ત્યારે ભાજપ શું સૂતી હતી? એવા સવાલો પણ શિવસેનાએ કર્યા છે. આ દરમિયાન પાલિકાની સ્ટૅન્ડિંગ કમિટીના અઘ્યક્ષ યશંવત જાધવે સોમવારે બપોરના પત્રકાર પરિષદમાં ભાજપના 15થી 20 નગરસેવકો શિવસેનાના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. ભાજપના અસંતુષ્ટ નગરસેવકો અમારા સંપર્કમાં છે. પક્ષની નીતિથી તેઓ નારાજ છે. તેમના પક્ષમાં તેમની જ ગણતરી નથી. આ નગરસેવકો કોણ છે એનો બહુ જલદી અમે ગૌપ્યસ્ફોટ કરશું એવો દાવો પણ યશંવત જાધવે કર્યો છે.
મુંબઈને અડીને આવેલી કલ્યાણની જેલમાં આટલા કેદીઓ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ