News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં મસ્જિદો પર ગેરકાયદેસર લાઉડ સ્પીકર નું(Loudspeaker Row) રાજકારણ ગરમ થયું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ(Hindu parishad) એ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. દિલ્હી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના(VHP) મહાસચિવ પ્રવીણ બંસલે(Praveen Bansal) મીડિયાને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) હનુમાન ચાલીસા(Hanuman Chalisa) વગાડવા ના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સામેલ નહીં થાય. પોતાની વાતને આગળ વધારતાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ કોઈપણ રાજનૈતિક પાર્ટી ને સમર્થન આપતી નથી કે પછી તેમના કાર્યક્રમમાં સામેલ થતી નથી. મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વગાડવા નો કાર્યક્રમ એ એક રાજનૈતિક પાર્ટી નો કાર્યક્રમ હોવાને કારણે વિશ્વ હિન્દુ પરિષદ તેમાં સામેલ નહીં થાય.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રસ્તા પર ઘમાસાણ પાક્કું થશેજ… હનુમાન ચાલીસા અઝાન કરતા ડબલ મોટા અવાજે વાગશે. રાજ ઠાકરેનો ફૂંફાડો.. પોલીસે પકડાવી નોટિસ.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી એ(BJP) પહેલાં જ સ્પષ્ટતા કરી છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે તેમનું કોઈ રાજકીય ગઠબંધન(Political alliance) નહીં થાય. બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સામેલ નહીં થાય તેવી જાહેરાતને કારણે એક વાત સ્પષ્ટ છે કે ભાજપ અને એમએમએસ વચ્ચે ભલે ગુપ્ત ગઠબંધન હોય પરંતુ જાહેર રીતે બંને પક્ષ અલગ રહેશે.