News Continuous Bureau | Mumbai
Surat: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ( Vibrant Gujarat Global Summit ) સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે, આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ ( Vibrant Gujarat-2024 ) ની પ્રિ-ઈવેન્ટ ( Pre-event ) અંતર્ગત સુરત જિલ્લા ઉધોગ કેન્દ્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દ્વારા તા.૦૨/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે સુરતના સરસાણા કન્વેન્શન હોલ ( Sarasana Convention Hall ) ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ સુરત’ એક્ઝિબીશન ( exhibition ) અને સમિટ યોજાશે. જેમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, કોટેજ અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ, જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં તકોની જાણકારી આપવામાં આવશે, ઉપરાંત, વિવિધ વ્યાખ્યાનો, પેનલ ડિસ્કશન યોજાશે.
વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં પેનલ ડિસ્કશન, સ્ટાર્ટઅપ સેમિનાર, બીટુબી અને બીટુવન મિટીંગ, ક્રેડિટ લિકેજ સેમિનાર, એકસપોર્ટ સેમિનાર અને નિષ્ણાત વક્તાઓ દ્વારા મધ્યમ અને નાના ઉદ્યોગોના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદર્શન, વ્યાખ્યાનો યોજાશે. એક્ઝિબીશનમાં ૨૦ થી વધુ સ્ટોલમાં ઔદ્યોગિક પ્રદર્શન યોજાશે.
આ સમાચાર પણ વાંચો : Surat Civil Hospital: સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર બે બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી